હૈદરાબાદ: માર્ચ મહિનો એટલે ઉનાળાની ઋતુ. ઉનાળાની ઋતુ દરમિયાન રાજ્યમાં ભારે અને કાળઝાળ ગરમીની પરિસ્થિતિ ઊભી થાય છે. ઉપરાંત પરિસ્થિતિ એટલી વિકટ થઈ જાય છે કે હિટવેવની પણ પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકે રાજ્યમાં વાતાવરણમાં વારંવાર પલટો આવતા ક્યારેક ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણની સ્થિતિ ઊભી થઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની માહિતી અનુસાર, આજે એટલે કે 3 એપ્રિલના રોજ રાજ્યમાં સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં હિટવેવની આગાહી છે. પરિણામે આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ઉપરાંત કચ્છ, જૂનાગઢ, અને રાજકોટમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. પરિણામે અહીંના લોકોને ગરમીથી સાવચેત રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.

જ્યારે બીજી બાજુ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા આવવાની સંભાવના છે. જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આમ, આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.

સતત બદલાતા વાતાવરણના પગલે ઉનાળાની ઋતુ અત્યંત ગરમી સાથે વરસાદ લાવે તેવી અનુભવાઈ રહી છે. જ્યારે વરસાદી ઋતુમાં વરસાદ ઓછો કે પછી એક જ દિવસમાં વધુ થવાની સ્થિતિ ઊભી થાય છે. જ્યારે ઠંડીની ઋતુમાં પણ વાતાવરણ ઠંડુ રહેતું નથી. આમ, વાતાવરણમાં આવતા સતત બદલાવ ક્લાઈમેટ ચેન્જ બાબતે ચિંતા ઊભી કરે તેમ છે, જે આવનાર સમયમાં જીવસૃષ્ટિ માટે સમસ્યારૂપ બની શકે છે.
આ પણ વાંચો: