ETV Bharat / state

ગૂજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહ યોજાયો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 9 પદવીધારકોને સુવર્ણ ચંદ્રક

ગૂજરાત વિદ્યાપીઠના આદરણીય કુલાધિપતિશ્રી તથા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે.

ગૂજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહ
ગૂજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 11, 2025 at 6:37 PM IST

|

Updated : October 11, 2025 at 7:32 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં આજે ભારતના આદરણીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના આદરણીય કુલાધિપતિશ્રી તથા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે.

ગૂજરાત વિદ્યાપીઠ: 71મા પદવીદાન સમારોહ

ગૂજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં વિદ્યાપીઠના મુખ્ય પ્રવેશદ્વારને શણગારવામાં આવ્યો, રંગોળી અને લાઈટોથી સમગ્ર પરિસર ઝગમગી ઉઠ્યું છે. વિદ્યાપીઠમાં રાષ્ટ્રપતિના સ્વાગતને લઈને બોર્ડ અને બેનરો લગાવવામાં આવ્યા. વિધાપીઠમાં પ્રથમ પદવીદાન સમારોહ થી લઈને 70થીમાં પદવીદાન સમારોહના ફોટા લગાવવામાં આવ્યા છે.

9 પદવીધારકો સુવર્ણ ચંદ્રક: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે

પદવીદાન સમારોહમાં કુલ 459 વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આ વર્ષે પદવીદાન માટે કુલ 713 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગૂજરાત વિદ્યાપીઠની 7 વિદ્યાશાખાઓના 18 વિભાગોમાંથી પી.એચ.ડી., એમ.ફિલ., પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર, અન્ડર ગ્રેજ્યુએશન આફ્ટર ગ્રેજ્યુએશન અને અન્ડર ગ્રેજ્યુએશન જેવા વિવિધ અભ્યાસક્રમોના પદવીધારકોનો સમાવેશ થાય છે. તેમાં 347 વિદ્યાર્થીનીઓ અને 366 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાંથી કુલ 459 પદવીધારકોએ સમારોહમાં હાજરી આપવા માટે નોંધણી કરી છે, જ્યારે 9 પદવીધારકો સુવર્ણ ચંદ્રકથી સન્માનિત થવાના છે.

કુલ 6 રાષ્ટ્પતિઓ મુખ્ય મહેમાન તરીકે આવ્યા
કુલ 6 રાષ્ટ્પતિઓ મુખ્ય મહેમાન તરીકે આવ્યા (ETV Bharat Gujarat)

આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠનો વાર્ષિક અહેવાલ જાહેર કરવામાં આવશે, તેમજ આવનારા નવેમ્બર માસમાં યોજાનાર “ગ્રામજીવન યાત્રા”ના પ્રતીકનું વિમોચન પણ થશે.

6 રાષ્ટ્પતિઓ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આવ્યા

ગૂજરાત વિદ્યાપીઠ અત્યાર સુધીમાં 70 પદવીદાન સમારોહ યોજાયા છે. જેમાં કુલ 6 રાષ્ટ્પતિઓ મુખ્ય મહેમાન તરીકે આવ્યા છે. જેમાં રાષ્ટ્પતિ રાજેન્દ્રપ્રસાદ અને ત્યારબાદ સર્વપલ્લી રાધાકૃષ્ણ, ઝાકિર હુસૈન, જ્ઞાની જૈલસિંધ, શંકર દયાલ શર્મા અને છેલ્લે 2015માં પ્રણવ મુખર્જી વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં આવ્યા હતા.

કુલ 6 રાષ્ટ્પતિઓ મુખ્ય મહેમાન તરીકે આવ્યા
કુલ 6 રાષ્ટ્પતિઓ મુખ્ય મહેમાન તરીકે આવ્યા (ETV Bharat Gujarat)

વિધાપીઠમાં પધારેલ દેશ અને વિદેશના મહાનુભાવની વાત કરીએ તો, જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, દલાઈ લામા, હતા. ગૂજરાત વિદ્યાપીઠનો આ પદવીદાન સમારોહ માત્ર એક શૈક્ષણિક વિધિ નથી, પરંતુ રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષણની ભાવના અને ગાંધીજીના શિક્ષણ તત્વજ્ઞાનને ઉજાગર કરવાનો અવસર છે.

કુલ 6 રાષ્ટ્પતિઓ મુખ્ય મહેમાન તરીકે આવ્યા
કુલ 6 રાષ્ટ્પતિઓ મુખ્ય મહેમાન તરીકે આવ્યા (ETV Bharat Gujarat)

આ પણ વાંચો...

  1. બ્રિટિશ શિક્ષણ પ્રણાલીના બહિષ્કાર સ્વરૂપે ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય ધરોહર 'ગૂજરાત વિદ્યાપીઠ'
  2. શિક્ષણની સાથે પર્યાવરણનું પણ જતન કરતી ગૂજરાત વિદ્યાપીઠ, આજે પણ અહીં જોવા મળશે 100 વર્ષ જુના વૃક્ષો - World Environment Day 2024
Last Updated : October 11, 2025 at 7:32 PM IST