અમદાવાદ : છેલ્લા બે દિવસથી અમદાવાદમાં સ્થિત ગુજરાત સમાચાર ગ્રુપ અને તેની સંસ્થા GSTV પર ED અને આયકર વિભાગના દરોડા અને તપાસ ચાલી રહી છે. હાલની માહિતી અનુસાર દરોડા અને તપાસની કાર્યવાહી બાદ ગુજરાત સમાચાર ગ્રુપના માલિક બાહુબલી શાહની અટકાયત કરવામાં આવી છે.
बीते 48 घंटों में गुजरात समाचार और GSTV पर IT और ED के छापे, और फिर उनके मालिक बाहुबलीभाई शाह की गिरफ्तारी — ये सब एक इत्तेफाक नहीं है। ये बीजेपी की उस बौखलाहट का संकेत है, जो हर उस आवाज़ को खामोश करना चाहती है जो सच बोलती है, सवाल पूछती है। देश और गुजरात की जनता बहुत जल्द इस…
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 16, 2025
બાહુબલી શાહની અટકાયત : બે દિવસ અગાઉ ગુજરાતના જાણીતા અને અગ્રણી દૈનિક અખબાર ગુજરાત સમાચાર ગ્રુપ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને આયકર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ આજે ED દ્વારા ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની અટકાયત કરવામાં આવી છે.
અરવિંદ કેજરીવાલે સરકાર પર નિશાન સાધ્યું : હાલમાં જ આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલે એક પોસ્ટ કરતા લખ્યું કે, "છેલ્લા 48 કલાકમાં ગુજરાત સમાચાર અને GSTV પર આઇટી અને ઇડીના દરોડા, અને પછી તેમના માલિક બાહુબલી શાહની ધરપકડ - આ બધું સંયોગ નથી. આ ભાજપની હતાશાની નિશાની છે, જે સત્ય બોલતા અને પ્રશ્નો પૂછતા દરેક અવાજને દબાવવા માંગે છે. દેશ અને ગુજરાતની જનતા આ સરમુખત્યારશાહીનો ખૂબ જ જલ્દી જવાબ આપશે."
Breaking News:
— Sheela Bhatt शीला भट्ट (@sheela2010) May 15, 2025
Shreyansh Shah and Bahubali Shah, brothers jointly owns Gujarat Samachar publications group in Ahmedabad.
Gujarat Samachar is Gujarat’s most influential daily.
Today Bahubali Shah, who runs the daily along with his elder brother has been arrested.
Yesterday… pic.twitter.com/MhyCdQHZ95
ED અને IT ટીમના દરોડા : આપને જણાવી દઈએ કે, ગત 14 મે ના રોજ ગુજરાત સમાચાર અને GSTV ઓફિસ પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. જે બાદ તપાસ અર્થે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ટીમે પણ ગુજરાત સમાચાર અને GSTV પર દરોડા પાડ્યા અને પૂછપરછ હાથ ધરી હતી.
गुजरात समाचार को खामोश करने की कोशिश सिर्फ एक अख़बार की नहीं, पूरे लोकतंत्र की आवाज़ दबाने की एक और साज़िश है।
— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2025
जब सत्ता को आईना दिखाने वाले अख़बारों पर ताले लगाए जाते हैं, तब समझ लीजिए लोकतंत्र खतरे में है।
बाहुबली शाह की गिरफ्तारी डर की उसी राजनीति का हिस्सा है, जो अब मोदी…
રાહુલ ગાંધીએ કર્યો વિરોધ
આ અંગે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે, ગુજરાત સમાચારને ચૂપ કરવાનો પ્રયાસ એ ફક્ત એક અખબારનો જ નહીં પરંતુ સમગ્ર લોકશાહીનો અવાજ દબાવવાનું બીજું કાવતરું છે. જ્યારે સત્તાને જવાબદાર ઠેરવતા અખબારોને તાળા મારી દેવામાં આવે છે, ત્યારે સમજો કે લોકશાહી જોખમમાં છે. બાહુબલી શાહની ધરપકડ એ જ ડરની રાજનીતિનો એક ભાગ છે, જે હવે મોદી સરકારની ઓળખ બની ગઈ છે. દેશ ન તો લાકડીઓથી ચાલશે કે ન તો ભયથી - ભારત સત્ય અને બંધારણથી ચાલશે.
વિપક્ષના નેતા શ્રી @RahulGandhi