જૂનાગઢ: ભારતમાં ઈસવિસન પૂર્વે અનેક રાજા રજવાડાઓનું શાસન હતું. આ દરમિયાન 650 વર્ષ સુધી સોલંકી મૂળના રાજા રજવાડાઓ ગુજરાતમાં શાસન કરતા હતા. જે પૈકી સોલંકી કાળના 650 વર્ષના ચલણ પર મિલનકુમાર યાજ્ઞિકે સંશોધન કરીને સોલંકી યુગના ચલણને વર્તમાન સમયમાં લોકો સુધી પહોંચતું કર્યું છે, અને ઈસ. પૂર્વે રાજા રાજા રજવાડાના જાણ્યા અજાણ્યા ઇતિહાસને માનસપટ પર અંકિત કર્યું છે.
સોલંકી કાળના ચલણનો રસપ્રદ ઇતિહાસ:
ઈસ. પૂર્વે ભારતમાં અનેક રાજા રજવાડાઓનું શાસન હતું. તેમાં પણ ગુજરાતના રાજા રજવાડાઓનો શાસનનો ઇતિહાસ આજે પણ ભારતના ઇતિહાસમાં શિરમોર સ્થાન ધરાવે છે. ઈસ પૂર્વે 745 થી લઈને 1340 દરમિયાન ગુજરાતમાં સોલંકી વંશનું શાસન હતું. આ સમય દરમિયાન વ્યવહારો માટે તે સમયનું ચલણ અમલમાં હતું. પરંતુ 650 વર્ષ સુધી ઉપયોગમાં લેવાયેલ આ ચલણથી લોકો માહિતગાર ન હતા.
ગુજરાતના હિસ્ટોરિયન મિલનકુમાર યાજ્ઞિકે સોલંકી કાળના લુપ્ત સિક્કાઓ પર સંશોધન પત્ર તૈયાર કરીને 650 વર્ષ જૂના સોલંકી કાળના સિક્કાને ફરી એક વખત માનસપટ પર અંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમના દ્વારા જે સંશોધન થયું છે તેમાં હજુ પણ અનેક અવકાશો સામેલ છે. આવનારા દિવસોમાં હજુ મિલનકુમાર યાજ્ઞિક સોલંકી કાળના આ લુપ્ત સિક્કાઓ પર સંશોધન આગળ વધારશે.

સોલંકીકાળના સિક્કાઓ પર અધુરું સંશોધન:
645 ઈસ પૂર્વે ગુજરાતમાં વનરાજ ચાવડાનું શાસન હતું. આ સમય દરમિયાન સામંતસિંહ ચાવડાએ તેના બહેનના દીકરાને મૂળરાજને દતક પુત્ર તરીકે સામેલ કરીને તેના રાજા રજવાડાના વંશવેલાને આગળ વધાર્યો હતો, અને મૂળરાજ સોલંકી રજવાડાની સ્થાપના કરી હતી. તે સમયે ચાવડાથી લઈને વાઘેલા સુધી એક જ રજવાડું હતું જેને સોલંકી કાળ સાથે જોડીને જોવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ચાવડા અને વાઘેલા લોહીના સંબંધથી કુટુંબીઓ હતા, તેથી તેમનું રજવાડું એક જ માનવામાં આવે છે. જેનો ઉલ્લેખ ભારતના શિલાલેખો અને તામ્રપત્રમાં પણ જોવા મળે છે. ગુજરાતનું રજવાડું ઉત્તરમાં દિલ્હી સુધી, પશ્ચિમમાં બલુચિસ્તાન અને સિંધ સુધી, દક્ષિણમાં ગોવા સુધી સોલંકી સમ્રાજ્યનું રજવાડું વિસ્તાર પામ્યું હતું.

જોકે આ સમય દરમિયાન અંદાજે 650 વર્ષના ચલણનો ઈતિહાસ પર કોઈ પણ પ્રકારનો પ્રકાશ પાડવામાં આવ્યો ન હતો. જેથી મિલનકુમાર યાજ્ઞિકે સોલંકી કાળના લુપ્ત સિક્કાઓ પર સંશોધન કરીને 650 વર્ષના સોલંકી કાળ અને તેના ચલણ રુપી સિક્કાઓને આધુનિક યુગમાં માનસપટ પર લાવવાનો પ્રયાસ કર્યો છે.


આ પણ વાંચો: