ETV Bharat / state

ગુજરાત સરકારે વર્ગ 2-3ના સેક્શન અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર કર્યા - transfer and promotion

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 10:35 PM IST

ગાંધીનગર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ગ 2ના સેક્શન અધિકારીની બદલીઓ કરવામાં આવી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ગ 2ના સેક્શન અધિકારીની બદલીઓ કરવામાં આવી છે. ઊર્જા અને પેટ્રો કેમિકલ વિભાગના સેક્શન અધિકારી દીપેશ રાજની માર્ગ અને મકાન વિભાગમાં બદલી કરાઈ છે. તેવી જ રીતે મહેન્દ્ર ચાવડાની ઉદ્યોગ અને ખાણ વિભાગમાંથી માર્ગ મકાન વિભાગમાં બદલી કરાઈ છે.

વર્ગ 2ના સેક્શન અધિકારીઓની બદલીઃ ધીરેન્દ્ર કુમાર પ્રજાપતિની બંદર અને વાહન વ્યવહાર વિભાગમાંથી નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં, જીતેન્દ્ર ખરાડીની ચૂંટણી પ્રભાગમાંથી બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં, કૃણાલ ગઢવીની ક્લાઇમેટ ચેન્જ વિભાગમાંથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં, પ્રશાંત ખખરની સ્પીપામાંથી સામાજિક કલ્યાણ અને અધિકારીતા વિભાગમાં અને હેતલ ગોહિલની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાંથી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

વર્ગ-3ના સેક્શન અધિકારીઓને બઢતીઃ આ ઉપરાંત વર્ગ-3ના સેક્શન અધિકારીને બઢતી આપી છે. મયુર કુમાર ગુપ્તાની ગૃહ વિભાગમાંથી મહેસુલ વિભાગમાં અને મનોહરસિંહ બારોટની નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાંથી ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં બઢતી થઈ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કેટલાક અધિકારીઓને વર્ગ 1 નગર પાલિકા ચીફ ઓફિસર તરીકે બઢતી કરાઈ છે. જીયુએલએમ ગાંધીનગરના સંજીવ કુમાર સોનીને ગાંધીનગર નગર પાલિકા કચેરીના પ્રાદેશિક કમિશ્નર તરીકે બઢતી અપાઈ છે. નરેશ પટેલને અમદાવાદ નગર પાલિકા કચેરીથી બદલી કરાઈ પાલનપુર નગર પાલિકામાં ચીફ ઓફિસર તરીકે બઢતી અપાઈ છે. તેવી જ રીતે અશ્વિનકુમાર પાઠક, હિતેશકુમાર પટેલ, રૂદ્રેશ હુદડ અને જે. યુ. વસાવાની પોતાની કચેરીમાં બઢતી અપાઈ છે.

  1. રાજ્યમાં 30 ક્લાસ-2 અધિકારીઓની બદલી, જાણો ક્યા અધિકારીની ક્યા વિભાગમાં બદલી - 30 Class II officers transferred
  2. GAS કેડરના 15 અધિકારીઓની બઢતી સાથે બદલી - promotion 15 officers of GAS cadre

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.