અમદાવાદ: રાજ્ય સરકારે વર્ષ 2023 /2024નો કેગ રિપોર્ટ આજે બજેટ સત્રના અંતિમ દિવસે રજૂ કર્યો. કેગ રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં જાહેર આરોગ્ય ક્ષેત્રે તબીબો ની 23 ટકા, નર્સિંગ સ્ટાફના 6 ટકાની ઘટ છે. જેના કારણે જાહેર આરોગ્યની સ્થિતિ અપેક્ષિત નથી. કેગ રિપોર્ટ અનુસાર, રાજ્યના કુલ 33 જિલ્લા પૈકીના 19 જિલ્લાઓમાં આવશ્યક તબીબી મહેકમની સામે 25 ટકા ઓછું મહેકમ છે. આ સાથે પેરા મેડિકલ સ્ટાફનીનું મોટી સંખ્યામાં અછત છે. રાજ્યમાં જાહેર દવાખાનામાં OPDમાં સારવાર માટે પણ અપેક્ષિત મહેકમ કરતા ઓછું મહેકમ છે. કેગના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં જાહેર આરોગ્યની નબળી સ્થિતિ માટે ઓછું મહેકમ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
રાજ્યમાં વર્ષ 2023/24 અનુસાર જાહેર દેવું: ગુજરાત રાજ્યની સ્થિતિ દેશમાં આર્થિક તાકાત અને દેશના ગ્રોથ એન્જિન તરીકે ઓળખાય છે. ગુજરાત સમગ્ર દેશમાં મોડલ સ્ટેટ તરીકે જાણીતું બન્યું છે. પણ ગુજરાતની આર્થિક સ્થિતિ અલગ છે એવું સરકારે પ્રકાશિત કરેલ કેગ રિપોર્ટમાં પ્રકાશિત થયું છે. વર્ષ 2023/24 ના કેગ રિપોર્ટ પ્રમાણે ગુજરાત સરકારનું કુલ જાહેર દેવું રૂ. 3.83 લાખ કરોડ પહોચ્યું છે. કેગ રિપોર્ટ પ્રમાણે ગુજરાત રાજ્ય સરકારે 30 હજાર કરોડથી વધુ રકમની લોન લેવી પડી હતી. રાજ્ય સરકારે વર્ષ દરમિયાન જાહેર દેવામાં 14,281 કરોડનો વધારો નોંધાયો હતો.
કોંગ્રેસ નેતાને ગૃહમાંથી બહાર નિકાળ્યા: બજેટ સત્રના અંતિમ દિવસે કોંગ્રેસ વિધાયક વિમલ ચુડાસમા એ ગેર કાયદેસર ખનીજ ખનન માટે મુદ્દો રજૂઆત કરતા ગૃહના અધ્યક્ષે રોકી નિયમ પ્રમાણે પોઇન્ટ ઓફ ઓ પ્રમાણે રજૂઆત કરવા કહ્યું હતુ. પણ આ બાબતે અધ્યક્ષ અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે શાબ્દિક તડાફડી થઈ, જેના પગલે અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહમાં સાર્જન્ટને બોલાવી વિમલ ચુડાસમાને ગૃહની બહાર કર્યા હતા. વિધાનસભાના પગથિયે વિરોધ કરતા વિમલ ચુડાસમા એ ચોરવાડ અને તેની આસપાસ માટે ગેર કાયદેસર ખનીજ ખનન અંગે વાસ્તવિકતા અને રાજ્ય સરકારની નિષ્ક્રિયતા અંગે ETV BHARAT સાથે વિશેષ સંવાદ કર્યો હતો.
આ પણ વાંચો: