અમદાવાદ : વિશ્વમાં કોરોનાની રી-એન્ટ્રી થઈ છે. ભારતમાં પણ ધીરે ધીરે કોરોના કેસો નોંધાઈ રહ્યા છે, જે દિનપ્રતિદિન વધી પણ રહ્યા છે. ગતરોજ 10 જૂન, મંગળવારના રોજ ગુજરાતમાં કોરોનાના કુલ 223 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 1227 થઈ ગઈ છે. જોકે, બીજી તરફ 105 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં એક દિવસમાં 223 કેસ : ગુજરાતમાં કોરોના માથું ઉંચકી રહ્યો છે. ગતરોજ 10 જૂન, મંગળવારના રોજ ગુજરાતમાં કોરોનાના એક સાથે કુલ 223 કેસ નોંધાયા છે. જેમાં 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 1204 દર્દી OPD સારવાર મેળવી રહ્યા છે. આ ઉપરાંત ગતરોજ રાજકોટમાં એક 55 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું હતું, જેમાં કોરોના વાયરસના લક્ષણો નોંધાયા હતા.
દેશભરમાં એક દિવસમાં કુલ ત્રણ મોત : દેશભરમાં કોરોના કેસની વાત કરીએ તો, કેરળમાં ગતરોજ 96 કેસ નોંધાયા કુલ એક્ટિવ કેસની સંખ્યા 2053 થઈ છે. આ ઉપરાંત દિલ્હી, ઝારખંડ અને કેરળમાં એક-એક એમ કુલ ત્રણ લોકોનું કોવિડ-19 ના કારણે મોત નીપજ્યું છે.
આટલું ધ્યાન રાખો...
હાલની સ્થિતિમાં કોરોનાના કોઈ પણ લક્ષણ દેખાય તો સત્વરે ડોક્ટરની સલાઈ હેઠળ કોરોના ટેસ્ટ કરાવી પૂરતી સારવાર લેવી હિતાવહ છે. આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા નીચે મુજબ છે. હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું. જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.