અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોવિડ કેસમાં વધારો થઈ રહ્યો છે. ગતરોજ 5 જૂનના દિવસે ગુજરાત રાજ્યમાં કોવિડ-19 ના 167 કેસ નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં એક જ દિવસમાં 167 કેસ : આરોગ્ય વિભાગના જાહેર આંકડા મુજબ ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ 615 કેસ નોંધાયા છે. જેમાં 600 દર્દીઓ હોમ-આઇસોલેશન હેઠળ છે, તો 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વધુમાં 5 જૂને 60 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોનાથી ત્રણ મૃત્યુ
અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. ગતરોજ 5 જૂનના દિવસમાં શહેરમાં કોરોનાના કુલ 471 કેસ નોંધાયા છે. આમાંથી 50 દર્દી સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 320 હજુ સારવાર હેઠળ છે. અત્યાર સુધી બે સગર્ભા સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે.
કોરોનાથી બચવા શું ધ્યાન રાખશો ?
આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા નીચે મુજબ છે.
- હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું.
- જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
- ખાંસી/છીંક દરમિયાન નાક અને મોં ઢાંકવું, જાહેર સ્થળોએ થૂંકવું નહીં, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે કોવિડ પ્રોપ્રિયોનેટ બિહેવિયરનું પાલન કરવું.
- કોમોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો.
- કોવિડના કેસોમાં દર 1 થી 8 માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે, તેથી ગભરાવાની જરૂર નથી. "સાવચેતી એ જ સમજદારી છે.
કોવિડના કેટલા વેરિયન્ટ ? કોવિડ પોઝિટિવ દર્દીના જીનોમ ફ્રિકવન્સી ટેસ્ટિંગ GBRC ગાંધીનગર ખાતે કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે JN.1, LF.7, LF.7.9 XFG Variant અને XFG Variant જોવા મળેલ છે. જે WHO ના ધારા ધોરણ મુજબ Variant of Interest છે. આમ, આ variant સામાન્ય પ્રકારના છે, જેમાં ગભરાવાની જરૂર નથી.