અમદાવાદ: 21 જૂનના રોજ યોજાયેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયાં છે. ત્યારે ઉમેદવારો સહિત મતદારોમાં પણ એક જાતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વિસાવદર બેઠક પર આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ પ્રચંડ બહુમત સાથે જીત હાંસલ કરી છે. જને લઈને કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગોપાલ ઈટાલિયાએ પણ જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. જ્યારે મહેસાણા જિલ્લાની કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે.
મહત્વપૂર્ણ છે કે, વિસાવદર બેઠક ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જેમાં આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભાજપના કટ્ટર ઉમેદવાર કિરીટ પટેલ અને કોંગ્રેસના નારણ રાણપરીયાને હરાવીને જીતની બાજી મારી છે. ગોપાલ ઈટાલિયા પ્રથમ વખત વિધાનસભામાં જશે. હાલમાં ગોપાલ ઈટાલિયાના પરિવારમાં અને તેમના સમર્થકો સહિત કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ગોપાલ ઈટાલિયાને અભિનંદન પાઠવ્યા છે.
જય ગોપાલ, જય ગોપાલ ❤️@Gopal_Italia pic.twitter.com/wfTnCu1GG9
— AAP Gujarat (@AAPGujarat) June 23, 2025
કોણ છે ગોપાલ ઈટાલિયા ?
ગોપાલ ઇટાલિયા ડિસેમ્બર 2020 થી આમ આદમી પાર્ટીના ગુજરાત કન્વીનર છે. પાટીદાર સમાજમાંથી આવેલા, ઇટાલિયા પાટીદાર આંદોલનનો ચહેરો હતા. તેમણે હાર્દિક પટેલ સાથે મળીને ગુજરાતમાં પાટીદાર અનામત માટે આંદોલન શરૂ કર્યું હતું. ઈટાલીયા 2013માં ગુજરાત પોલીસમાં જોડાયા હતા. તેઓ અમદાવાદમાં કોન્સ્ટેબલ તરીકે લોક રક્ષક દળનો ભાગ હતા. 2017માં, ઇટાલિયા મંત્રી પર જૂતું ફેંકવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. રાજ્યમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા ઇટાલિયાએ વિધાનસભાની બહાર ગુજરાતના તત્કાલિન મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું.
𝕌ℕ𝕊𝕋𝕆ℙℙ𝔸𝔹𝕃𝔼 🔥🔥🔥🔥@Gopal_Italia pic.twitter.com/jsH1zkYS1J
— AAP Gujarat (@AAPGujarat) June 23, 2025
ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આજે એટલે કે 23 જૂનના રોજ જાહેર થઈ રહ્યું છે. બંને બેઠકો પર મતગણતરી માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી પ્રક્રિયામાં કુલ 21 રાઉન્ડ યોજાયા.
વિકાસ સાથે કડી
— BJP Gujarat (@BJP4Gujarat) June 23, 2025
ભાજપ સાથે કડી
કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને ભવ્ય વિજય અપાવવા બદલ જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર તથા કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન pic.twitter.com/3nSfi9T145
કડી બેઠક પર ભાજપે મારી બાજી
કડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના રમેશ ચાવડા સામે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જંગી બહુમતીથી જીત થઈ છે. ત્યેારે ભાજપ પક્ષમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ભાજપે આ જીતને જનતાની જીત ગણાવી છે. ગુજરાત ભાજપે રાજેન્દ્ર ચાવડાને અભિનંદન પાઠવ્યા છે. એક્સ શેર કરાયેલી પોસ્ટમાં લખ્યું છે 'કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને ભવ્ય વિજય અપાવવા બદલ જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર તથા કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન'
વિકાસ સાથે કડી
— Shambhunath Tundiya (@ishambhutundiya) June 23, 2025
ભાજપ સાથે કડી
કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને ભવ્ય વિજય અપાવવા બદલ જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર તથા કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન pic.twitter.com/LJ6H5Tg7Ss
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થયું છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાઈ હતી. વિસાવદર વિધાનસભા બેઠકમાં કુલ 294 બૂથ આવેલા છે, જ્યાં 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ. આ બેઠક પર આપના ગોપાલ ઈટાલિયા અને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. પરંતુ તે સિવાય પણ 16 ઉમેદવારોએ આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું તેથી તેમનું રાજકીય ભાવિ પણ નક્કી થશે. મહત્વપૂર્ણ છે કે, વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનું 56.89% જેટલું મતદાન થયું હતું.
કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા સહિત કુલ 8 ઉમેદવારોનું રાજકીય ભાવી આજે નક્કી થશે. કડીમાં મેવડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 21 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે જેમાં એક રાઉન્ડમાં 14 બૂથની મતગણતરી હાથ ધરાશે, જેમાં પ્રથમ ગ્રામ્ય વિસ્તારના બૂથોની મતગણતરી શરૂ કરાશે.