અમદાવાદ: હેરિટેજ સિટી અમદાવાદની મધ્યેના માર્કેટથી ઘેરાયેલો રાણીનો હજીરો એ એક અનોખી ઐતિહાસિક વિરાસત છે. જામા મસ્જિદની એકદમ નજીક અને અહેમદ શાહ બાદશાહ ના રોજાની સામેની બાજુું આવેલો મિનારાવાળો આ રોજો રાણીના હજીરા તરીકે ઓળખાય છે. જેનું બાંધકામ ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. સ્થાપત્યની દ્રષ્ટિએ, રાણીનો હજીરો હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે.
રાણીના હજીરાનું વિશિષ્ટ બાંધકામ:
બાદશાહ અહેમદ શાહના સમયમાં બંધવવામાં આવેલો રાણીનો હજીરો તેના વિશિષ્ટ પ્રકારના બાંધકામ માટે જાણીતો છે. આ હજીરો હિન્દુ, જૈન અને મુસ્લિમ સંસ્કૃતિઓની કલા અને સંસ્કૃતિને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. આ હજીરાના પથ્થરો પરની કારીગરી ઉત્કૃષ્ટ છે. આ હજીરામાં એક મોટું આંગણું છે, અને તેની ચારે બાજુ કમાનવાળા થાંભલા અને જાળી જેવી બારીઓ છે, અને દરેક જાળીમાં ઉત્કૃષ્ટ કારીગરી છે.એમાં કબરો રાખવાનો ભાગ ખુલ્લો છે તથા વચ્ચેના વિસ્તારને ફરતા ચોરસમાં સુંદર લિવાન (મંડપ) પ્રકારનો આચ્છાદિત પ્રદક્ષિણામાર્ગ બનાવાયો છે.
જમીનના સ્તરથી એ ઠીક ઠીક ઊંચાઈએ બનાવેલો છે. એમાં જવા માટે પગથિયાં છે. આ હજીરાની કોતરણીવાળી બારીઓ દર્શનીય છે. માણેકચોકના આ ભરચક વિસ્તારમાં વિશાળ જગ્યામાં મોટા પ્રમાણમાં સાદા સ્તંભ સાથેની ઐતિહાસિક ઇમારત છે. આ ઉંચા ઓટલાવાળી વિશાળ જગ્યામાં શાહી કુટુંબની સ્ત્રીઓની કબરો આવેલી છે. એવી માન્યતા છે કે આ કબરો રાણીઓ(બેગમો)ની છે.

ગુજરાતની સલ્તનતની રાણીઓનો મકબરો:
ભારતમાં તમે અનેક ઐતિહાસિક રાજાઓ અને રાણીઓની કબરો જોઈ હશે, પરંતુ અમદાવાદના ઇતિહાસની વિરાસત સમી રાણીઓની કબરો પરિચય કદાચ તમને નહીં હોય! રાણીઑનો આ મકબરો રાણીના હજીરા તરીકે ઓળખાય છે અને અમદાવાદના માણિક ચોકની મધ્યમાં સ્થિત છે. અમદાવાદ શહેરના સ્થાપક બાદશાહ અહેમદ શાહની પત્ની અને ગુજરાત સલ્તનતની રાણીઓને અહીં દફનાવવામાં આવી છે.

રાણીનો હજીરો બાદશાહ અહમદ શાહના હજીરાની પૂર્વમાં આવેલો છે. જે ૧૪૪૫માં બનાવવામાં આવ્યો હતો. આ હજીરાનું સહેન (આંગણું) ૩૬.૫૮ ચોરસ મીટર છે. આ હજીરો ચાર સ્તંભો પર બનેલો છે. જેમાં પ્રવેશ માટે ચાર દરવાજા છે અને દરેક દરવાજાની ડિઝાઇન અત્યંત સુંદર છે. ચારે બાજુ અદભુત સુંદર કોતરણીવાળી જાળીઓ છે, જેને જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ ગુજરાતમાં આવે છે.

અહમદ શાહના પત્ની અને મહમુદ બેગડાની રાણી અને માની કબરો:
રાણીના હજીરાની મુજાવર સકીના બીબીએ જણાવ્યું હતું કે રાણીના હજીરામાં ખાસ કરીને, અહેમદ શાહની પત્ની, મુહમ્મદ શાહ બીજાની પત્ની, મુગલાઈ બીબી અને મહમૂદ બેગડાના રાણી અને તેમની માતાની કબરો છે. આ ખંડમાં, અહમદ શાહ બાદશાહની પત્ની મુગલી બીબી, હઝરત શાહ આલમ સરકારની પત્ની મુરકી બીબી અને હઝરત સૈયદ અલી મીરા દાતારની પત્ની હાજરા બીબીની સુંદર કબરો છે. જેને સામાન્ય રીતે મુગલી બીબી, મુરકી બીબી અને હાજરા બીબીની કબર કહેવામાં આવે છે. શાહી યુગના બાળકોની કબરો પણ અહીં છે, તેમજ પોપટ, સાપ, અજગર અને વાંદરાઓની પણ કબરો અહીં છે.

વકફ કમિટી કરે છે રાણીના હજીરાની જાળવણી:
અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી રાણીના હજીરાની જાળવણી કરે છે. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. આ અંગે અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીના સભ્ય અહેમદ મિયાં શેખે જણાવ્યું હતું કે સલ્તનત યુગની મોટાભાગની રાણીઓની કબરો રાણીના હજીરામાં ઉર્સ 4 રબી' અલ-આખ્રના રોજ ઉજવવામાં આવે છે. બાદશાહ અહેમદ શાહના ઉર્સના બીજા દિવસે મનાવવામાં આવશે અને, ઉર્સ રાણીના હજીરામાં યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં અકીકતમાંદો ભાગ લે છે.. જે ૧૪૪૫માં બનાવવામાં આવ્યું હતું. આ હજીરા નો આંગણું ૩૬.૫૮ ચોરસ મીટર છે.

રાણી એના હજીરા એના વિશિષ્ટ પ્રકારના બાંધકામ માટે જાણીતો છે એમાં કાબરો રાખવાનું ભાગ ખુલ્લો છે તથા વચ્ચે નંબર વિસ્તાર અને ફરતા ચોરસમાં સુંદર મંડપ પ્રકારનું અચ્છાદિત પ્રદક્ષરા માર્ગ કરેલો છે જમીનના સ્તરથી ઠીક ઠીક ઊંચાઈએ બનાવેલો છે એમાં જવા માટે પગથિયા છે આ હજીરા ની કોતરણી વાલી બારીઓ દર્શનીય છે માણેક ચોક ના આ ભારમખ વિસ્તારમાં વિશાળ જગ્યામાં મોટા પ્રમાણમાં સાદા સ્તંભ સાથેની ઐતિહાસિક ઈમારત છે. આ ઊંચા ઓટલા વાળી વિશાળ જગ્યામાં શાહી કુટુંબની કબરો આવેલી છે.

રાણીના હજીરાની આસપાસનું બજાર:
રાણીના હજીરાની ફરતે એક સુંદર બજાર છે અહીંયા બારેમાસ મહિલાઓની ભીડ ઊંટેલી નજરે પડે છે. રાણીના હજીરામાં મહિલાઓના કપડા જ્વેલરી સહિતની વસ્તુઓ મળે છે. નવરાત્રી દરમિયાન અહિયાં છોકરીઓ ચણિયાચોળી અને જ્વેલરીની ખરીદી માટે ચોક્કસ મુલાકાત લે છે અને એ સમયે પગ મૂકવાની જગ્યા ના રહે એટલી ભીડ જામે છે. અહિયાના 40 વર્ષથી વ્યવસાય કરતાં વેપારીઓ કહે છે કે ઓકસાઇડ્સ ની જવેલરી માટે આ માણેકચોક અને રાણીનો હજીરો વર્લ્ડ ફેમસ છે. અહીંયા કોટન ગામઠી કાપડ પણ મળે છે. અહીંયાથી શોપિંગ કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ હોય છે અહીંયા તહેવાર પ્રમાણે દુકાનો લગાવવામાં આવે છે. આ રાણીના હજીરા નામથી ફેમસ દુકાનો છે જે વર્ષો જૂની છે.

આ પણ વાંચો: