ગોઝારીયા, મહેસાણા: 18 થી 20 હજારની વસ્તી ધરાવતું મહેસાણાનું ગોઝારીયા ગામમાં સૌથી મોટી ગ્રામ પંચાયત છે, ગોઝારીયામાં 17 વોર્ડની યોજાશે ચૂંટણી. ગોઝારીયા વિસ્તારમાં GIDC હોવાથી ઇન્ડસ્ટ્રીયલ વિકાસ થયેલો છે.
ગોઝારિયાને તાલુકો બનાવવાની માંગ પણ વર્ષોથી કરવામાં આવેલી છે, બે-બે વખત ગોઝારીયાને તાલુકો જાહેર કરાયો પણ બન્યો નથી. જેને લઈને પણ ગામલોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
ગોઝારિયાને 1990થી તાલુકો બનાવવાની લોલીપોપ અપાઈ છે. બે-બે વખત ગોઝારિયાને તાલુકો બનાવવાની જાહેરાત કરાઈ અને રીબીન પણ કપાઈ, પરંતુ હજુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે.ત્યારે ઈટીવી ભારતની ટીમે આ ગામના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ કેટલાંય વર્ષોથી આ ગામના લોકો ગેસ લાઇન માટે માંગણી કરી રહ્યા છે, લોકો ભણેલા ગણેલા અને રિમોટ થી ના ચાલે એવા સરપંચ ઝંખી રહ્યાં છે. આ પંચાયત કે જ્યાં ગીદક પણ આવેલી છે પણ વિકાસ ઝંખે છે. ગામના કેટલાંક જાગૃત સ્થાનિકોએ ગામમાં ગંદકીનો અને પાણી નિકાલનો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.