ETV Bharat / state

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાના કૌભાંડીઓને સરકાર છાવરે છે- કોંગ્રેસ - University Exam Scam

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી પરીક્ષાઓમાં કૌભાંડના અહેવાલો સામે આવતા રહ્યા છે. હાલમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં થયેલી ગોલમાલને લઈને કોંગ્રેસે ભાજપને આડેહાથ લીધી છે. - Hemchandracharya North Gujarat University Exam Scam

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2024, 10:19 PM IST

પરીક્ષાના કૌભાંડીઓને સરકાર છાવરે છે- કોંગ્રેસ
પરીક્ષાના કૌભાંડીઓને સરકાર છાવરે છે- કોંગ્રેસ (Etv Bharat Gujarat)

ગાંધીનગર: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં થયેલા છબરડાઓ અંગે કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા અને કિરીટ પટેલે ભાજપ સરકાર પર આક્ષેપક કરતા જણાવ્યું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા પરીક્ષા કૌભાંડમાં પોલીસ રિપોર્ટ આવી ગયો હોવા છતાં સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. પોલીસ રિપોર્ટમાં દોષીતો વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા માટે ભલામણ કરવામાં આવી છે.

નાપાસ વિદ્યાર્થીઓને ઉત્તવરવહી બદલી અપાઈઃ ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનીવર્સીટીમાં ૨૦૨૧ના વર્ષમાં પરીક્ષામાં ગુણ સુધારણાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં નાપાસ થયેલા ત્રણ વિદ્યાર્થીઓને ઉત્તરવહી બદલી આપવામાં આવી હતી. ઉત્તરવહી બદલીને ત્રણેય ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલો જાગૃત નાગરિકોના ધ્યાને આવતા યુનિવર્સિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી. પાટણના સ્થાનિક કોંગી ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને જાગૃત નાગરીકો દ્વારા યુનિવર્સિટીનું પરીક્ષા કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું હતું. અરજદારો દ્વારા સમગ્ર કૌભાંડની તપાસ કરીને દોશી તો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.

શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૨૧માં આ કૌભાંડની તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. તપાસની અંદર કેટલાક લોકોને બચાવવાનો જે પ્રયત્ન થયો એની માટે પણ વારંવાર ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા સરકારને વિધાનસભામાં ધ્યાન દોરવામાં આવ્યું હતું.

અમારી પાસે રિપોર્ટ છે- કોંગ્રેસઃ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે અમારી પાસે રિપોર્ટ છે કે, નવેમ્બર, ૨૦૨૨માં પોલીસ વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો કે આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોની સંડોવણી સાબિત થાય છે. એમની સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરવો જોઈએ એવો રિપોર્ટ શિક્ષણ વિભાગને સબમીટ કરવામાં આવ્યો હતો. આજે આ વાતને બે વર્ષ જેટલો સમય થઇ ગયો હોવા છતાં પણ હજુ સુધી આની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે, આ કૌભાંડની પાછળ રાજ્યના શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી કે આખી સરકારના કૌભાંડીઓની પાછળ છુપા આશીર્વાદ છે, એમને બચાવાવનો પ્રયત્ન થઇ રહ્યો છે.

પાટણના કોંગ્રેસ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું કે શિક્ષણનું હિત જોખમાતું હોય, જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એમના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. જે કૌભાંડીઓ સામે ગુનો સાબિત થઇ ચુક્યો હોય તેમ છતાં એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના આશીર્વાદથી કૌભાંડીઓ આજે છડે ચોક ગેરરીતિઓ કરી રહ્યા છે, ખોટી કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.

  1. રીંછ બાદ હવે અજગરનું રેસ્ક્યૂ: જુઓ ભાદરવી પૂનમના મહામેળા પહેલા અંબાજીના પાંછામાં કરાયું અજગરનું રેસ્ક્યૂ - 10 feet long python rescued
  2. 'પોઇચા જેવું મંદિર બનશે'- કહી છેતરપિંડી કરનાર MP સ્વામીના સાગરિતને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો - Land scam in Rajkot

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.