ETV Bharat / state

ભરૂચના વાલિયા ખાતે સરકારના લિગ્નાઇટ પ્રોજેકટનો ગ્રામસભામાં વિરોધ

વાલિયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે લિગ્નાઇટ પ્રોજેક્ટ મામલે ગ્રામસભા યોજાઈ, સંપાદન માટે તૈયારી નહીં...

લિગ્નાઇટ પ્રોજેકટનો ગ્રામસભામાં વિરોધ
લિગ્નાઇટ પ્રોજેકટનો ગ્રામસભામાં વિરોધ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 3, 2025 at 8:28 PM IST

1 Min Read
Choose ETV Bharat

ભરૂચઃ ભરૂચના વાલિયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે લિગ્નાઇટ પ્રોજેક્ટ મામલે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રોજેક્ટ સામે ગ્રામજનોએ ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચના વાલિયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે બપોરે 12 કલાકે પ્રાંત અધિકારી જીએમડીસી અધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીની ઉપસ્થિતમાં ગ્રામ સભા મળી હતી. જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં જમીન સંપાદનની જંત્રીમાં વધારો સહિત અન્ય મુદ્દે ગ્રામજનોએ અભિપ્રાય આપ્યા હતા. સાથે કેટલાક ગ્રામજનોએ ગ્રામ સભાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કરી વાંદરિયા ચોર આમલા ગ્રૂપ પંચાયતમાં સમાવિષ્ટ વિસ્તાર બંધારણની પાંચમી અનુસૂચિત હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેકટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.

લિગ્નાઇટ પ્રોજેકટનો ગ્રામસભામાં વિરોધ (Etv Bharat Gujarat)

ઉપરાંત આદિવાસી વિસ્તાર આર્થિક સામાજિક અને પર્યાવરણ તેમજ આદિવાસી અસ્મિતા પરંપરાગત સંસ્કૃતિને નુકસાન થાય તેમ હોવાથી આવા પ્રોજકેટ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે. જ્યારે આવી ચોંટાલિયા ખાતે પણ ગ્રામ સભા મળી હતી. જેમાં અધિકારીઓ ગ્રામજનોને સાંભળ્યા હતા.

નોંધનીય છે કે, ગ્રામજનો આદિવાસી સમાજ આદિવાસી વિસ્તાર આર્થિક સામાજિક અને પર્યાવરણ તેમજ આદિવાસી અસ્મિતા પરંપરાગત સંસ્કૃતિને નુકસાન થાય તેમ હોવાથી આવા પ્રોજકેટ અટકાવવામાં આવે તેવી માંગ સાથે સમયાંતરે લડત આપતો આવ્યો છે. હાલ પણ વિરોધના સુર વચ્ચે ગ્રામસભા યોજવામાં આવતા વિરોધ નોંધાવ્યો હતો અને હાલ પણ વિરોધ ચાલુ રાખવામાં આવ્યો છે.

  1. ગુજરાત પોલીસમાં મોટી બઢતીઃ 261 ASI હવે બન્યા PSI, જાણો તમામનું લિસ્ટ
  2. 'મારી હુંડી સ્વિકારો...' નરસિંહ મહેતાની 587મી તપ પ્રયાણ જયંતી, ચાલો ડોકિયું કરે ઈતિહાસમાં