સુરતઃ ઉમરપાડા તાલુકા મથક ખાતે આવેલ સરકારી આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં રહી ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્ટેલની વોર્ડન અને જવાબદારો વિરુદ્ધ ગંભીર આરોપ લગાવી દોષિતો વિરુદ્ધ ન્યાયિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉમરપાડા પોલીસ મથક ખાતે પહોંચી ગયા હતા. તેમણે જ્યાં સુધી પોલીસ ગુનો દાખલ નહીં કરે ત્યાં સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે તેવી માંગ કરી હતી. ત્યારે આખરે પોલીસે શાળાના આચાર્ય વૃંદા પટેલ અને વોર્ડન દીપિકા વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
યશ્વીબેન અશ્વિનભાઈ વસાવા નામની વિદ્યાર્થીની નજીકના ગોવટ ગામની વતની છે. સુરતના ઉમરપાડા ખાતે કાર્યરત સરકારી આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થિની રાત્રે બીમાર થતાં તેને નજીકના ખાનગી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ પરત હોસ્ટેલ પર યશ્વીબેનને લઈ આવવામાં આવી હતી. સવારે ચાર વાગ્યે હોસ્ટેલ નજીકના બાથરૂમ પાસેથી યશ્વીબેન બેહોશ હાલતમાં મળી આવી હતી. જે બાબતની જાણ વોર્ડન દ્વારા પરિવારજનોને કરાતા પરિવારજનો વિદ્યાર્થિનીને બાઈક પર નજીકના દવાખાને લઈ ગયા હતા પરંતુ વધુ તબિયત લથડી હોવાથી તેને માંડવી અને સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી વિદ્યાર્થીનીના શરીર પર ગંઠાઈ ગયેલા લોહીના ડાઘા પરિવારજનોએ જોયા હતા. જેથી પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી. જેથી શંકાસ્પદ મોતને લઈ ડોક્ટરોની પેનલ મારફત પીએમ કરાવવામાં આવ્યું છે. વિદ્યાર્થિનીના મોતને લઈ પરિવારજનો અને સ્થાનિકોમાં જવાબદારો વિરુદ્ધ તીવ્ર આક્રોશ છે. વિદ્યાર્થિનીને છેલ્લા ચાર દિવસથી મોઢામાંથી લોહી પડતું હતું જે અંગેની જાણ સહવિદ્યાર્થિનીએ વોર્ડનને કરી હતી પરંતુ આ બાબત ગંભીરતાથી લેવામાં ન આવી અને માત્ર સારું થઈ જશે એવું બાબતે છે ? ત્યાર દિવસથી વિદ્યાર્થિની બીમાર હોવા છતાં પરિવારજનોને કોઈપણ જાતની જાણ કરવામાં આવી ન હોવાના આરોપ પણ સ્થાનીકોએ લગાવ્યા હતા. પોલીસે પહેલા અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.
જોકે આદિવાસી સમાજના વિવિધ સંગઠનના આગેવાનો ઉમરપાડા પોલીસ મથક ખાતે આવી જે પણ જવાબદારો છે. તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે તેવી માગ કરી હતી અને જ્યાં સુધી પોલીસ ગુનો દાખલ નહીં કરે ત્યાં સુધી મૃતકના અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે તેવું જણાવ્યું હતું. ત્યારે લાંબી કલાકોમાં બાદ ઉમરપાડા પોલીસે આશ્રમના આચાર્ય વૃંદાબેન પટેલ અને વોર્ડન દિપીકાબેન વસાવા વિરુદ્ધ ચારેક દિવસ પહેલા માર મારેલો હોય અને મૃતક વિધાર્થિનીને લોહીની ઊલટી થઈ છતાં તેના માતાપિતાને જાણ ન કરી મૃતક ઉપર અત્યાચાર કર્યાનું નોંધી ગુનો દાખલ કર્યો હતો. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.