ETV Bharat / state

યુવતી ઘરેથી ભાગતા પિતાએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા, દાખલ કરી હેબિયસ કોર્પસની અરજી - HABEAS CORPUS

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા એક પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી છે. જેમાં તેમણે પોતાની દિકરીની કસ્ટડી માંગી છે, જાણો સમગ્ર કેસ

ફાઈલ ફોટો
ગુજરાત હાઈકોર્ટ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 24, 2025 at 10:52 AM IST

2 Min Read

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં એક હેબિયસ કોર્પસની અરજી દાખલ થઈ છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા એક પિતાએ એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે આ અરજી દાખલ કરી છે. હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકાર અને ક્રાઈમ બ્રાન્ચને નોટિસ ફટકારી હતી. આ મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

પિતાએ કરી હેબિયસ કોર્પસની અરજી : અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા એક પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં એક હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી છે. અમદાવાદથી વડોદરા અને ત્યાંથી બિહારના મધુભાની ખાતે એક યુવતીને લઈ જઈ તેને ગેરકાયદે રીતે પોતાના કબજા રાખવામાં આવી હોવાની ફરિયાદ સાથે પિતાએ હાઇકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી છે.

નરોડાની યુવતી ઘર છોડી ભાગી ગઈ : એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે દાખલ આ અરજીમાં જણાવ્યું કે, ઘરમાં કોઈ બાબતે ઝઘડો થતા પીડિતા ઘરેથી નીકળી ગઈ હતી. અને તેણે તેના સોશિયલ મીડિયાના એક મિત્ર પાસે મદદ માગી હતી. પરંતુ તેણે ઇનકાર કર્યો હતો. એક અન્ય મિત્રએ બાદમાં મદદ કરી હતી. તેણે વડોદરાથી અમદાવાદની ટ્રેન બુક કરી હતી. આ સમયે એ વેટિંગ રૂમમાં બેઠી હતી ત્યારે બે અજાણ્યા યુવક આવ્યા અને એની સાથે વાતચીત કરવા લાગ્યા.

તપાસ બાદ યુવતી બિહારથી મળી : ત્યારબાદ આ યુવકો પીડિતાને ટ્રેનમાં બેસાડી સાથે લઈ ગયા હતા. યુવતીના છેલ્લા લોકેશનના આધારે અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. યુવતીનું લોકેશન અંકલેશ્વર અને પછીથી મધુબની બિહારમાં મળ્યું હતું. ઇન્વેસ્ટેશન દરમિયાન પોલીસ ટીમ મધુબનીના ગામના સરપંચને મળ્યા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસ વિભાગની તપાસ અને જવાબ : આ દરમિયાન યુવતી સાથે વીડિયો કોલથી વાત કરાવી, જેમાં તેણે કહ્યું કે તેને લગ્ન માટે પ્રેશર કરતા હતા એટલે ભાગી ગઈ હતી. પરંતુ પિતાએ જણાવ્યું હતું કે અમારી તરફથી લગ્ન માટે પ્રેશર નહોતું, એ તો ઘરમાં ઝઘડો થતા ભાગી ગઈ હતી. ત્યારબાદ આ મામલે પોલીસે અરજી ક્લોઝ કરી અને કહ્યું હતું કે તમારી દીકરીએ મૈત્રી કરાર કરી લીધી છે. પરંતુ એના કોઈ ડોક્યુમેન્ટ મળ્યા નથી. તેથી ફરી તપાસ શરૂ કરાવી.

અરજી કરનાર પિતાનો આક્ષેપ : પોલીસે માતા-પિતાને મધુબની જઈને વાત કરી લેવાનું કહ્યું હતું, ત્યારબાદ પિતાએ મધુબની પહોંચ્યા હતા અને દીકરી સાથે વાત કરતા ત્યારે યુવકે ફોન આંચકી લીધો હતો. વધુમાં ધમકાવ્યા હતા કે તમારે જીવતા રહેવું હોય તો ગુજરાત પાછા જતા રહો, ત્યાં પહોંચીને મિસ કોલ કરજો. આ રીતે આ કેસની તપાસ અયોગ્ય અને અપૂરતી હોવાથી હાઇકોર્ટમાં પિતાએ હેબિયસ કોર્પસની અરજી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.