ETV Bharat / state

ખેડૂતો ઓનલાઈન આ કામ કરી લો નહિતર નહીં મળે સરકારનો કોઈ લાભ: શું છે ફાર્મર રજીસ્ટ્રી જાણો - BHAVNAGAR FARMER REGESTRY

ભાવનગર જિલ્લામાં આવેલા 7.10 લાખ જેટલા ખેડૂતોને જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવા હાંકલ કરી...

શું છે ફાર્મર રજીસ્ટ્રી જાણો
શું છે ફાર્મર રજીસ્ટ્રી જાણો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 26, 2025 at 6:07 AM IST

2 Min Read

ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં આવેલા 7.10 લાખ જેટલા ખેડૂતોને જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવા હાંકલ કરી છે. ખેડૂત ખાતેદારે ફરજિયાત પણે ફાર્મર રજીસ્ટ્રી કરાવવું જરૂરી છે. શું છે જાણો....

ભારતના ખેડૂતોને લઈને કેન્દ્રની સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી કરાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે જેને પગલે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને ફરજિયાત પણે ફાર્મર રજીસ્ટ્રી કરવા માટે જણાવ્યું છે. જો ફાર્મર રજીસ્ટ્રી ખેડૂત દ્વારા કરાવવામાં નહીં આવે તો સરકાર તરફથી મળતા દરેક પ્રકારના લાભો અને સુવિધાઓ બંધ થઈ શકે છે. શું છે ફાર્મર રજીસ્ટ્રી અને કઈ રીતે કરી શકાય અને ના કરો તો શું ગેરફાયદા છે. ચાલો જાણીએ

ભારત સરકારે જાહેર કરી ફાર્મર રજીસ્ટ્રી

દેશના ખેડૂતો માટે કેન્દ્રની સરકાર દ્વારા ફાર્મર રજીસ્ટ્રી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ફાર્મર રજીસ્ટ્રી જે તે રાજ્ય સરકારે એગ્રીસ્ટેક નામની એપ્લિકેશન ઉપર કરવાનું રહે છે. ત્યારે ગુજરાતમાં પણ સરકારનો લાભ લેતા હોય કે ના લેતા હોય તેવા દરેક પ્રકારના ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.જેને લઈને જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે બે મહિના પહેલા કેન્દ્ર સરકારે ફાર્મર રજીસ્ટ્રીની એપ લોન્ચ કરી હતી તેના પર કેટલાક ખેડૂતોએ રજીસ્ટ્રી કરાવી છે ત્યારે હજુ મોટા ભાગના ખેડૂતોનું રજીસ્ટ્રેશન બાકી છે.

ખેડૂતોને જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવા હાંકલ કરી (Etv Bharat Gujarat)

રજિસ્ટ્રી કરાવવામાં નહીં આવે તો લાભ બંધ

ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત પગલે જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી એ એમ પટેલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા એગ્રીસ્ટેક એપ હેઠળ ફાર્મર રજીસ્ટ્રી કરાવવાનું ફરજિયાત છે. દરેક ખેડૂત ખાતેદારે તેને ખરાઈ કરવા માટે ફાર્મર રજીસ્ટ્રી જરૂર કરાવવી પડશે નહીં તો આગામી લાભ બંધ થઈ શકે છે. જો ફાર્મર રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે તો પીએમ કિસાન સન્માન નિધિ નીચે મળતા 2000 બંધ થઈ શકે છે. લાભ ન લેતા લોકો માટે પણ જરૂરી છે. જો નહીં થાય તો ટેકાના ભાવે વેચાણ કરવા આવતા ખેડૂતોને લાભ મળશે નહીં, કિસાન ક્રેડિટ કાર્ડ મળશે નહીં, ભવિષ્યમાં પાક વળતર પણ મળશે નહીં, ડિજિટલ નોંધણી માટે પણ જરૂરી છે. કૃષિ વિષયક આઈ પોર્ટલ પર લાભ મળી શકશે નહીં.

ખેડૂતોને જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવા હાંકલ કરી

કઈ રીતે કરાવી શકાય ફાર્મર રજીસ્ટ્રી અને પુરાવા શું

ફાર્મર રજીસ્ટ્રીને પગલે જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી એ એમ પટેલે જણાવ્યું હતું કે કોઈપણ ખેડૂત પોતાના મોબાઈલ માંથી પણ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે અથવા ગામના ગ્રામ પંચાયતના વીસી પાસે કરાવી શકે છે તેમજ કોમન સર્વિસ સેન્ટરમાં પણ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે. ફાર્મર રજીસ્ટ્રી કરાવવા માટે આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને જમીનના આધાર પુરાવા જરૂરી હોય છે.

શું છે ફાર્મર રજીસ્ટ્રી જાણો
શું છે ફાર્મર રજીસ્ટ્રી જાણો (Etv Bharat Gujarat)
  1. 'કોઈ પણ પાકિસ્તાની સમય મર્યાદાથી વધુ ભારતમાં ના રહે'- અમિત શાહનો તમામ મુખ્યમંત્રીઓને નિર્દેશ
  2. પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં જુહાપુરાથી ગોધરા સુધી વિરોધ, 'પાકિસ્તાન મુર્દાબાદ'ના નારા લાગ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.