જુનાગઢ: સાસણ યુવાન અને પ્રગતિશીલ ખેડૂત સુમિત જારીયાએ પોતાના આંબાવાડીમાં 300 કરતાં વધારે વેરાઈટીના આંબાનું વાવેતર કરીને આંબાનું મ્યુઝિયમ તૈયાર કર્યું છે. સાસણ નજીક આવેલા અનિલ મેંગો ફાર્મમાં એક સાથે 300 કરતાં પણ વધુ આંબાની વેરાઈટી જેમાં દેશી સ્થાનિક અને વિદેશના આબાનો સમાવેશ થાય છે.
બાગાયત વિષયમાં પદવી ધરાવનાર સુમિત જારીયા આંબાની ખેતીને હવે વિશ્વસ્તરીય ખેતી તરીકે સ્વીકારીને ખેડૂતોને સ્થાનિક નહીં પરંતુ વિશ્વની ઘણી ખરી જાતના આંબાની માહિતી મળે તે માટે આ ખાસ મ્યુઝિયમ શરૂ કર્યું છે. સાસણમાં આંબાનું મ્યુઝિયમ સાસણ નજીક અનિલ મેંગો ફાર્મ અહીં ગીરની જ નહીં પરંતુ ગુજરાતની સાથે ભારત અને વિશ્વના અન્ય દેશોમાં જોવા મળતી 300 કરતાં વધારે આંબાના ઝાડનું એક મ્યુઝિયમ કર્યું છે. બાગાયત વિષયમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેડૂત પુત્ર સુમિત જારીયાએ મેળવેલા બાગાયત વિષયના જ્ઞાનને પોતાના આંબાવાડીમાં અમલ કરવાની શરૂઆત કરી અને આજે 20 વર્ષની પિતા પુત્રની મહેનત બાદ આંબાવાડીમાં 300 કરતાં વધારે જાતની દેશી અને વિદેશી આંબાના ઝાડ જોવા મળે છે. જેમાं કેરીના ફળ પણ લાગતા જોવા મળે છે.

એક જગ્યાએ ગુજરાત, ભારત નહીં પરંતુ વિશ્વમાં જોવા મળતી કેરીના 300 કરતાં વધારે આંબાના ઝાડ આજે આ મ્યુઝિયમને એક અનોખું બનાવી રહ્યા છે. ગીર વિસ્તારના ખેડૂતો પારંપરિક રીતે કેસર કેરીની ખેતી કરે છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોને માર્ગદર્શન મળે અને ખેડૂતો સ્વયંમ ભારત અને વિશ્વમાં થતા આંબાના ઝાડ અને ફળને જાણી અને જોઈ શકે તે માટે આ વિશેષ મ્યુઝીયમ તૈયાર કર્યું છે. અમેરિકા, જાપાન, બાંગ્લાદેશ, થાઈલેન્ડ સહિતના આંબાનું વાવેતર અનિલ મેંગો ફાર્મમાં આજના દિવસે 100 જાતની વિદેશોમાં થતી કેરીના ઝાડ જોવા મળે છે.

જાપાન, અમેરિકા, ઇઝરાયેલ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચાઇના, બાંગ્લાદેશ સહિત વિશ્વના 100 જેટલા દેશોમાં થતા આંબાના ઝાડ મેંગો મ્યુઝિયમમાં જોવા મળે છે. મિયાઝાકી, ટોમી એટકિંગ, માયા, ગોલ્ડન ક્વીન, મહાચુખ, કેનિંગસ્ટન, જેવી વિદેશમાં થતી કેરી પણ જોવા મળે છે. જેની સાથે સાથે ભારતમાં જોવા મળતી 50 જાતની દેશી કેરીના ઝાડ પણ મેંગો મ્યુઝિયમમાં જોવા મળે છે. દેશી, વિદેશી આંબાની સાથે અનિલ મેંગો ફાર્મમાં રાજા રજવાડાઓની પસંદના આંબાના ઝાડ પર જોવા મળે છે. જેમાં દૂધપંડો, ખોડી, શ્રાવણીયો, કોહિનૂર, સાથે બાર જાતની કેરી કે જેને બારમાસી આંબા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વર્ષમાં બેથી ત્રણ વખત ફળ લાગતા હોય છે. તેવી વેરાઈટી પણ અનિલ મેંગો ફાર્મમાં જોવા મળે છે.


