અમરેલી: અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુંમરે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને સોમનાથથી અમદાવાદ વચ્ચે શરૂ થઈ રહેલી અને ભવિષ્યમાં સુરત સુધી લંબાવવાની શક્યતા છે તેવી વંદે ભારત ટ્રેનને સોમનાથ, જૂનાગઢ, જેતલસર, ઢસા, અમરેલી, બોટાદ અને ભાવનગર રૂટ પર ચલાવવાની માંગ કરી છે. આ રૂટ પર એક પણ ટ્રેન વંદે ભારતના રૂપમાં ચાલતી નથી. જેથી એક સાથે ચાર જિલ્લાને વંદે ભારત ટ્રેનનો લાભ મળી શકે તે માટે આ રૂટ પર ચલાવવાની પત્ર દ્વારા માંગ કરી છે.
વંદે ભારત ટ્રેનને લઈને પૂર્વ સાંસદનો પત્ર
સોમનાથથી અમદાવાદ અને ભવિષ્યમાં સુરત સુધી ચાલનારી વંદે ભારત સંભવિત ટ્રેનને સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, સરખેજ અને અમદાવાદ રૂટ પર ચલાવવાની અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠૂમરે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને માંગ કરી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને જે પત્ર લખ્યો છે તેમાં આગામી 25 મી મે અને રવિવારથી સોમનાથ અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થવાની છે. તેવા અહેવાલનો ઉલ્લેખ કરીને નવી શરૂ થઈ રહેલી ટ્રેનને સોમનાથ, જૂનાગઢ અને અમરેલી, બોટાદ, ભાવનગર રુટ પર ચલાવવાની માંગ કરી છે.

સંભવિત રુટથી એક સાથે પાંચ જિલ્લાને લાભ
વિરજી ઠુમરે તેના પત્રમાં જે બાબતનો ઉલ્લેખ કર્યો છે તે મુજબ જો સોમનાથ, જુનાગઢ અને રાજકોટથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનને ચલાવવામાં આવે તો તેનો કોઈ ખાસ અને વિશેષ લાભ પ્રાપ્ત થશે તેવી શક્યતાઓ ઓછી છે. વધુમાં રાજકોટ અગાઉથી જ વંદે ભારત ટ્રેનના નેટવર્ક સાથે જોડાયેલું છે. જેથી રાજકોટથી આગળના જતા સ્ટેશનોને વંદે ભારત ટ્રેનનો લાભ મળી રહ્યો છે. ત્યારે સોમનાથ, જૂનાગઢ, ઢસા, અમરેલી, બોટાદ, ભાવનગર રુટ પરથી જો નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવે તો એક સાથે પાંચ જિલ્લાના પ્રવાસીઓને ટ્રેનનો લાભ મળી શકે છે. જેથી આ વિસ્તાર માટે વંદે ભારત ટ્રેન પ્રવાસનની દ્રષ્ટિએ પણ મહત્વની સાબિત થશે. વધુમાં જે રીતે રેલવે વિભાગે વંદે ભારત ટ્રેન શરૂ કરવાનો આવકારદાયક નિર્ણય કર્યો છે. તેવી જ રીતે સોમનાથ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગરને સાંકળતી અને આજ રુટ પર ચાલતી એક લાંબા અંતરની ટ્રેન શરૂ થાય તેવી લાગણી અને માગણી પણ વિરજી ઠુંમરે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને લખેલા પત્રમાં કરી છે.
હીરા અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલો વિસ્તાર
અમરેલી, બોટાદ, ભાવનગર આ વિસ્તાર સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ સાથે આજે પણ સારી રીતે જોડાયેલો છે. જેથી વંદે ભારત ટ્રેનનો લાભ હીરા અને કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા નાના મોટા વેપારીઓને પણ જો નવી શરૂ થઈ રહેલી વંદે ભારત ટ્રેન આ રૂટ પરથી ચાલે તો થશે. જેથી સોમનાથ જુનાગઢ અમરેલી બોટાદ ભાવનગર જિલ્લાને સાંકળતા રુટ પરથી આ ટ્રેન શરૂ થાય તેવી પત્રના માધ્યમથી પૂર્વ સાંસદ વિરજી ઠુમરે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને કરી છે.
આ પણ વાંચો: