પાલીતાણામા ITI અને 10 પાસ યુવક-યુવતી માટે નોકરીની તક, સુઝુકી જેવી કંપનીમાં કામ કરવાનો અવસર
ભાવનગર જિલ્લાની પાલીતાણા સ્થિત ITIમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બે કંપનીઓ નોકરી ઈચ્છુક ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ લેશે.

Published : October 13, 2025 at 10:58 AM IST
ભાવનગર: ભાવનગર જિલ્લાની પાલીતાણા સ્થિત ITIમાં (ઔદ્યોગિક તાલિમ સંસ્થા) બે કંપનીઓ દ્વારા યુવક અને યુવતીઓ માટે નોકરીની તકને પગલે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુઝુકી કંપની અને રિન્યુએબલ ધોલેરા જેવી કંપનીઓ ઈચ્છુક ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેશે.
બેરોજગારો માટે જ્યારે રોજગારીની તક ઊભી થાય ત્યારે તેના માટે આનંદનો સમય જરૂર કહેવાય છે. ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં યુવાનો માટે રોજગારીની તક ઉભી કરાય છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા આઈટીઆઈમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10 પાસ અને ITI પાસ યુવાનો અને યુવતીઓ માટે રોજગારીની તક ઉભી કરવામાં આવી છે. બે કંપની દ્વારા ITI માં ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા છે.
કોને મળશે તક ?
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલી ITI માં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ITIના પ્રિન્સિપલ મહેશભાઈ મારુએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ધોરણ 10 પાસ હોય અને ITI પાસ યુવાનો માટે બે કંપનીઓએ ઇન્ટરવ્યૂ માટેની માંગ કરી હતી. જેને લઈને આજે 13 તારીખના રોજ સવારે 10 કલાકે ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા છે. જેમાં ધોરણ 10 પાસને 17,100 અને ITI પાસ હોય અને 25,300 પગાર ધોરણ સાથેની કંપનીઓ તૈયારી બતાવી છે એટલા માટે આજે ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા છે.
શૈક્ષણિક લાયકાત
ભાવનગર શહેરમાં પણ આઈ.ટી.આઈમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે પાલીતાણા તાલુકાના યુવાનો માટે એક તક ઉભી કરાઈ છે.પાલીતાણા આઈટીઆઈના પ્રિન્સિપાલ મહેશભાઈ મારુંએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરણ 10 પાસ યુવાનો 18 થી 21 વર્ષની વયના હોવા જોઈએ જ્યારે આઈ.ટી.આઈ પાસ યુવાનો 18 થી 24 વયના હોવા જોઈએ તેના માટે ઇન્ટરવ્યૂની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે હાલ 100 જેટલા યુવાનો ઇન્ટરવ્યૂ આપવા આવી શકે તેમ લાગી રહ્યું છે.
બે કંપનીઓને યુવાનોની જરૂરીયાત
પાલીતાણા આઇટીઆઇમાં આવનાર બે કંપનીઓને લઈને આઈટીઆઈના પ્રિન્સિપલ મહેશ મારુએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ અમારે ત્યાં સુઝુકી કંપની આવી રહી છે, સાથે રિન્યુએબલ ધોલેરા કંપની પણ આવી રહી છે. આ બંને કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા છે. જો કે તે લોકોની જરૂરીયાત સુઝુકી કંપનીને 500 થી વધારે યુવાનોની જરૂર છે. જ્યારે રિન્યુએબલ ધોલેરામાં માત્ર દીકરીઓ માટે જ માંગ છે. જેમાં માત્ર મહિલા એટલે કે યુવતીઓને નોકરી આપવામાં આવનાર છે. ત્યારે ગ્રામ્યના યુવાનો મોટી સંખ્યામાં ઇન્ટરવ્યૂનો લાભ લે તેમજ યુવતીઓ લાભ લે તેવી આશા સેવાઈ રહી છે.જ યુવતીઓ લાભ લે તેવી આશા સેવાઈ રહી છે.

