જામનગર: જિલ્લાની સામાન્ય અને પેટા સહિત કુલ 337 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સમરસની કવાયત વચ્ચે જામનગર જિલ્લાની સામાન્ય, વિભાજન અને મઘ્યસ્ત્ર 266 ગ્રામ પંચાયતના સરપંચ માટે 737 ફોર્મ ભરાયા છે, જ્યારે આ ગ્રામ પંચાયતોની વોર્ડની સભ્ય બેઠક માટે 3286 ઉમેદવારોએ 3304 નામાંકન પત્ર રજૂ કર્યા છે.
તમને જણાવી દઈએ કે, આજે ફોર્મની ચકાસણી થશે. કાલે ફોર્મ પરત ખેંચવાનો એક માત્ર દિવસ છે, ત્યારે મંગળવારે રાત્રિએ ગ્રામ પંચાયતો બિનહરીફ કરવા માટે રાજકીય પક્ષો દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ સાથે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હોવાથી રાજકારણ ખૂબ જ ગરમાયું છે.
રાજ્યની સાથે જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં 266 સામાન્ય, વિભાજન અને મઘ્યસ્ત્ર ગ્રામ પંચાયત અને 60 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે સંગઠન અને તાલુકાના આગેવાનોને મેદાનમાં ઉતર્યા હતા. આમ, છતાં કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ પૂર્ણ થયા બાદ સામાન્ય વિભાજન અને મઘ્યસ્ત્ર 266 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે 837 ફોર્મ ભરાયા હતા. જ્યારે વોર્ડના સભ્યો માટે 3286 ઉમેદવારે 3304 ફોર્મ ભર્યા છે. બીજી બાજુ 7 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે 19 અને સભ્યો બેઠક માટે 25 ફોર્મ ભરાયા છે.
આ પણ વાંચો: