કચ્છ: પૂર્વ કચ્છ ગાંધીધામ એસઓજીએ ગેરકાયદેસર માધક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી 6.25 લાખની કિંમતનો 12.50 ગ્રામ માદક પદાર્થ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-1986 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કચ્છ સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જીલ્લામાં "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN" અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી.
પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ટીમના ASI આશિષકુમાર મહેન્દ્રરાય ભટ્ટ, ASI અશોકભાઈ જુમાભાઈ સોંધરાને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબીથી સામખીયારી તરફ આવતા નેશનલ હાઈવે રોડ શિકારપુર ખાતે આવેલ હોટલ અપના પંજાબનો સંચાલક બલવીન્દરસિંગ જયમલસિંગ પોતાની હોટલમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો, જેથી તે સ્થળે રેઈડ કરી તપાસ કરતાં આરોપી પાસેથી માદક પદાર્થ હેરોઈનના જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો: