ગીર સોમનાથ: તાલાલાની ધરા ફરી એકવાર બપોરે 2.1 ની તીવ્રતાની ધ્રુજારી સાથે આવેલા ધરતીકંપના આંચકાથી હચમચી હતી. બપોરે 1: 33 મિનિટે આવેલા ધરતીકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટ નોર્થ નોંધાયું છે. ધરતીકંપને કારણે તાલાલાથી આકોલવાડી પટ્ટીના ગામડાઓમાં ધ્રુજારી અનુભવવામાં આવી હતી. ધરતી કંપની તીવ્રતા 2 ની આસપાસ રહેતા કોઈ મોટી નુકસાની કે જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. જોકે હજુ સુધી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી તેની પુષ્ટિ કરવામાં આવી નથી.
2.1 ની તીવ્રતા સાથે તાલાલામાં આવ્યો ધરતીકંપનો આંચકો
ફરી એક વખત તાલાલાની ધરા 2.1 ની તીવ્રતા વાળા ધરતીકંપના આચકાથી ધ્રુજી ઉઠી હતી. આજે બપોરે 1.33 કલાકે આવેલા ધરતીકંપના આચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ નોર્થ પર નોંધાયું હતું. બપોરના સમયે 2ની તીવ્રતાનો આવેલો આંચકો લોકોને હચમચાવી ગયો, પરંતુ ધરતીકંપના આંચકાની તીવ્રતા સામાન્ય રહેતા જે વિસ્તારમાં ધરતીકંપનો અનુભવ લોકોએ કર્યો છે તે વિસ્તારમાં કોઈ નુકસાન કે જાનહાનીના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી. તાલાલાથી આકોલવાડી ગીર સુધીના વિસ્તારમાં ધરતીકંપની ધ્રુજારી અનુભવવામાં આવી હતી.
તાલાલા થી આકોલવાડી સુધીના દસેક ગામોમાં અસર
તાલાલાથી આકોલવાડી વિસ્તારના ધાવા, સુરવા, જાંબુર, આકોલવાડી, માધુપુર, અમરવેલ અને બોરવાવ ગામમાં ધરતીકંપના આંચકાને કારણે ધ્રુજારીનો અહેસાસ લોકોને થયો હતો. બોરવાવના હસમુખભાઈ પટેલે ધરતીકંપ આવી ગયા પછી માધ્યમો દ્વારા તેમને જાણ થઈ ત્યારે તેમને ખબર પડી તો બીજી તરફ આકોલવાડીના પરેશભાઈએ પણ ધરતીકંપ જેવી કંઈક ધ્રુજારી હતી અને તેનો અનુભવ થયો. પરંતુ ખૂબ ઓછી સેકન્ડમાં આ ઘટના પૂરી થઈ ગઈ, એટલે તુરંત ધરતીકંપ છે તેવું નક્કી કરવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ સમાચાર માધ્યમોમાં ધરતીકંપની પુષ્ટિ થતાં જ તેમણે પણ એક બે સેકન્ડ માટે ધરતીકંપના આંચકાને અનુભવ્યાનું ETV ભારત સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. તો બીજી તરફ જાંબુરના ગફારભાઈએ પણ બપોરના સમયે ધ્રુજારી આવી હતી તેનો અનુભવ કર્યો હતો. પરંતુ ધરતીકંપની તીવ્રતા એકદમ ઓછી હોવાથી લોકોને તુરંત ધરતીકંપના આંચકો આવ્યો છે તેની જાણ થઈ ન હતી.
આ પણ વાંચો: