હૈદરાબાદ: રાજ્યમાં ચોમાસાનું આગમન થતાં જ ગાજવીજ સાથે વરસાદ થવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. પરિણામે રાજ્યના 33 પૈકી 12 જિલ્લામાં આજે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ તો બાકીના 21 જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. પરિણામે IMD દ્વારા આજે સમગ્ર રાજ્યમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ની માહિતી અનુસાર,, આજ રોજ 29 મે એ રાજ્યના દક્ષિણ ઉત્તર જિલ્લામાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

જોકે હવે બપોર સુધીમાં આ રાજ્યોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયાની સ્થિતિ પણ સર્જાઇ છે. ઉપરાંત અમદાવાદમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
શહેરના પશ્ચિમમાં ગોતા, વાડજ, અખબાર નગર, નવરંગપુરા, એસ.જી હાઈવે, શેલા, માણેકબાગ, શિવરંજની, વસ્ત્રાપુર, સોલા, ઈન્કમટેક્સ, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં તથા પૂર્વમાં પણ ઓઢવ, વસ્ત્રાલ, નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.
ઉપરાંત હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 4 જૂન સુધીની વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 6 દિવસ દક્ષિણી જિલ્લામાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં, દાદરા નગર હવેલી જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રમાનાથ વરસાદની સ્થિતિ રહેશે.

જોકે મહત્વની બાબત એ છે કે, આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થયું છે. દર વર્ષે ગુજરાતમાં ચોમાસું જૂનના મધ્યથી શરૂ થાય છે. જોકે આ વર્ષે 29મી મે થી રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે. આ પ્રકારે વહેલા ચોમાસાની શરૂઆત 2009માં 16 પહેલા થઈ હતી.
આ પણ વાંચો: