દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગત તારીખ 22 ના રોજ એડિશનલ કલેક્ટર એન્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ લખેલી સેલેરિયો કાર શંકાસ્પદ રીતે શહેરમાં ફરતી જોવા મળતા ખંભાળિયા પોલીસ દ્વારા તે કાર અંગે તપાસ કરવામાં આવી હતી. આકરી તપાસ કરતાં આકાર ખંભાળિયાના જીલ ભરતભાઈ પંચમતિયા નામના યુવકની આ કાર છે તેમ જાણવા મળ્યું હતું.
પરંતુ મહત્વની બાબત એ છે કે આ વ્યક્તિ કોઈપણ જાતનો સરકારી હોદ્દો ધરાવતો નથી. તેમ છતાં પણ આ પોતાની કાર પર સરકારી ગાડીમાં હોય તેવી લાઈટ ફીટ કરાવી કારની બંને તરફ એડિશનલ કલેક્ટરના હોદાના બોર્ડ લગાવી ફરતો હતો. જે અંગેની કાર્યવાહી કરી ખંભાળિયા પોલીસે વ્યક્તિની ધરપકડ કરતા તેને રિમાન્ડ પર લેતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
આરોપી જીલ પંચમતિયા પાસેથી મળી અનેક અધિકારીના નામની નેમ પ્લેટ, સરકારી સિક્કા:
એટલું જ નહીં આરોપી જીલ પંચમતિયા પાસેથી એક એરગન ,એક નકલી પિસ્તોલ સહિત બે લેપટોપ અને અનેક મોબાઈલો પણ મળ્યા છે. તેમજ એક ટેબ પણ મળ્યું હતું. જે લેપટોપ તેમજ ટેબ મારફત આ આરોપી નકલી આઈડી કાર્ડ, નકલી નેમ પ્લેટ, નકલી લેટર વગેરે બનાવતો હતો. એટલું જ નહીં જીલ પંચમતિયા પાસેથી અનેક દવાઓનો ગેરકાયદેસર જથ્થો પણ મળ્યો હતો.
આરોપી જીલ પંચમતિયા પાસેથી એડમિનિસ્ટ્રેટિવ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સુપ્રિટેન્ડન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇમરજન્સી સર્વિસ, એડિશનલ કમિશનર, એડિશનલ કલેકટર, કમિશનર રેવન્યુ વિભાગ, કમિશનર મેડિકલ એજ્યુકેશન, હેડ ઓફ એન્ટોની ડિપાર્ટમેન્ટ, નામની નેમ પ્લેટ મળી હતી.

આરોપી પાસેથી ડૉ. જીલ પંચમતિયા (Dr. Jeel Panchmatiya, Head of physiology department) લખેલ ટેબલ પ્લેટ, THE GUJARAT MEDICAL લખેલ સટીર્ફીકેટ, એક જે.બી. પંચમતિયાના એડી. કલેકટર દ્વારા આપેલ પ્રોટોકોલ લેટર, કાર યૂઝ લેટર, medical COUNCIL નું MBBS ઇશ્યુ કરેલ જાહેર પરિપત્ર, ભારત સરકાર આપાતકાલીન વિભાગનું ડૉ. જીલ પંચમતિયાના નામનું ફોટો વાળુ ઓળખ કાર્ડ, ગુજરાત સરકાર હેલ્થ વિભાગનું ડૉ. જીલ પંચમતિયાના ફોટો વાળુ ઓળખકાર્ડ, એડી. કલેક્ટર અને એડી. ડીસ્ટ્રીક્ટ મેજીના હોદ્દાવાળુ ઓળખ કાર્ડ મળી આવ્યું હતું.
આ ઉપરાંત આરોપી પાસેથી GOVERNMENT OF INDIA EMERGENCY DIVISION HEALTH & MEDICINE DEPARTMENT વિભાગ દ્વારા ઇસ્યુ કરેલ ઓથોરાઇઝ પરમિશન લેટર તથા Additional District Magistrate & Resident Additional Collector Rajkot દ્વારા ઇસ્યુ કરેલ Certificate of Protocol લેટર આરોપીની માલિકીની કીયા કાર રજી. નં.GJ 37 M 2816 ની જે સરકારી હોદ્દાના બોર્ડ તેમજ નકલી નંબર પ્લેટનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આરોપી જીલ પંચમતિયાએ ખંભાળિયામાં પોતે એડિશનલ કલેકટરની ઓળખ આપી તેજસ રામાવત નામના યુવકને પોલીસ ભરતીમાં પાસ કરાવી આપવાની લાલચ આપી હતી. તો બીજી બાજુ તેમના ભાઈ મિહિરને એડી. કલેક્ટરના પી.એ. બનાવી દેવાની લાલચ આપી 32200 પડાવી લીધા હતા. એટલું જ નહીં એમ.પી શાહ કોલેજના એડિશનલ ડીન બની રાજકોટ અભ્યાસ કરતા યુવકને MBBS માં એડમિશન આપવાની લાલચ આપી તેમજ નાર્કોટિક્સના કેસમાંથી બહાર કઢાવી દેવાની વાત કરી 48,22,600 ની છેતરપિંડી કરી હતી.
નકલી હોદ્દા ધારણ કરી, ખોટા હોદ્દાનો દુરુપયોગ કરનારા જીલ પંચમતિયા વિરુદ્ધ કુલ 8 ગુના નોંધાયા છે અને ખંભાળિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: