પોરબંદર: સ્વયંમ્ સૈનિક દળ (SSD) દ્વારા ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, તેમજ પોરબંદરમાં વિશાળ અને ભવ્ય મહારેલી, મહાસલામી અને મહાસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ મહારેલીમાં બાળકો, યુવકો, યુવતીઓ, મહિલા અને વડીલો સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાનાર છે. આ કાર્યક્રમની ખાસિયત એ હશે કે કોઈ નાચગાન, મોનરંજન કે શોર નહીં હોય, મૂળનિવાસી સમાજના મહાનાયકોને ખરા અર્થમા શાંત રીતે માન-સન્માન સાથે અભિવાદન કરવામાં આવશે.
14 એપ્રિલ 2025ના કાર્યક્રમો
બાબા સાહેબના ગુરૂ જ્યોતિબા ફુલે અને વિશ્વ રતન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 134માં જન્મદિને પોરબંદર જિલ્લામાં બે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં ભવ્ય મહારેલી, મહાસલામી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
11 એપ્રિલ પોરબંદર જિલ્લાના ફટાણા ગામે સાંજે પ કલાકે તેમજ 14મી એપ્રિલ પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાંથી સવારે 9 કલાકે આ મહારેલી પ્રસ્થાન કરશે. આ તકે પોરબંદરના શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારના મૂળ નિવાસી સમાજના લોકો હજારોની સંખ્યામાં આ રેલીમાં જોડાશેે, આયોજનકર્તાઓએ રેલીમાં ભાગ લેનાર લોકો માટે સફેદ વસ્ત્રો ધારણ કરવાનો અનુરોધ કર્યો છે.
स्वयंम सैनिक दल (SSD)
— SWAYAM SAINIK DAL【 SSD 】 (@SainikDal) April 7, 2025
14 अप्रैल 2025
चलो कोलकाता
रेली प्रस्थान : डॉ बी आर अंबेडकर,भवन तिलजला रोड,4 नंबर ब्रिज
समय :सुबह 10 बजे
महा सलामी : डॉ.बाबा साहब आंबेडकरजी की प्रतिमा,रेड रोड
महासभा : शहीद मीनार ग्राउंड कोलकाता#14_अप्रैल_बाबासाहब_जयंती pic.twitter.com/VuQwYRhpTX
14 અપ્રિલ 2025ના દિવસે નરસંગ ટેકરી વિસ્તારમાંથી આ રેલી નીકળશે, આ મહારેલી વિશ્વરત્ન બાબાસાહેબ આંબેડકરની પેરેડાઈઝના ફુવારા સ્થિત પ્રતિમા પર પહોંચશે અને વિશાળ સંખ્યામાં મહાસલામી આપવામાં આવશે અહીં આ રેલી એક મહાસભામાં ફેરવાશે જેને સ્વયમ સૈનિક દળના સૈનિકો સંબોધિત કરશે.
મહત્વપૂર્ણ છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્વય સૈનિક દળ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ખુબ ધામધૂમથી મનાવવામાં આવે છે. સમાજના ભાઈ-બહેનો, બાળકો અને યુવાપેઢીઓને સમાજમાં ઉપયોગી કેટલાંક સંકલ્પો લેવડાવવામાં આવે છે. અન્ય
📍চল কলকাতা যাই ১৪ এপ্রিল ২০২৫
— SWAYAM SAINIK DAL【 SSD 】 (@SainikDal) April 7, 2025
" ডাঃ. বাবা সাহেব আম্বেদকরের জন্মবার্ষিকী উপলক্ষে কলকাতায় একটি বিশাল সমাবেশ, মহাসভা এবং মহাসম্মেলন আয়োজন করা হয়েছে। সারা ভারত থেকে আদিবাসী সমাজের মানুষ আসবেন। আপনিও এই সমাবেশে অংশ গ্রহণ করুন।"
🔰swayam sainik dal - ssd pic.twitter.com/59zjXDYNLb
SSD દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તામાં યોજવામાં આવ્યો છે. કોલકાત્તામાં 14 એપ્રિલ 2025ના રોજ 4 નંબર બ્રિજ, ભવન તિલજલા રોડ પાસે આવેલા ડો. બી.આર.આંબેડકર ભવન ખાતે સવારે 10 વાગ્યે મહારેલીનું પ્રસ્થાન થશે, અને રેડ રોડ સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મહાસલામી આપવામાં આવશે. જ્યારે શહીદ મીનાર ગ્રાઉન્ડ ખાતે મહાસભા યોજાશે.