ETV Bharat / state

ડાયમંડ ઉદ્યોગમાં 50 વર્ષની સૌથી લાંબી મંદી, 2024-25માં હીરાનું એક્સપોર્ટ 1.12 લાખ કરોડ સુધી ઘટ્યું - DIAMOND INDUSTRY LONGEST RECESSION

ડાયમંડ બિઝનેસમાં ગત વર્ષ કરતાં 20 હજાર કરોડનો ઘટાડો

ડાયમંડ બિઝનેસ
ડાયમંડ બિઝનેસ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 17, 2025 at 10:24 PM IST

1 Min Read

સુરત: સુરતના ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી મંદીની સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉદ્યોગના 50 વર્ષના ઇતિહાસમાં આ સૌથી લાંબી મંદી નોંધાઈ છે. 2024-25માં નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ માત્ર 1.12 લાખ કરોડ રહ્યું છે. આ આંકડો ગત વર્ષની સરખામણીએ 20 હજાર કરોડ ઓછો છે.

ડાયમંડ બિઝનેસ (Etv Bharat Gujarat)

વર્ષ 2023-24માં 1.31 લાખ કરોડનું એક્સપોર્ટ થયું હતું. ચાઈનામાં છેલ્લા બે વર્ષથી ડાયમંડ જ્વેલરીને બદલે ગોલ્ડ જ્વેલરીની માંગ વધી છે. નોંધનીય છે કે વર્ષ 2021-22માં કોરોના દરમિયાન 1.80 લાખ કરોડનું રેકોર્ડ એક્સપોર્ટ થયું હતું.

સુરત ડાયમંડ ઉદ્યોગ
સુરત ડાયમંડ ઉદ્યોગ (Etv Bharat Gujarat)

સુરતમાં 5 હજાર જેટલા કટ એન્ડ પોલિશના કારખાના આવેલા છે. નેચરલ ડાયમંડની માંગ ઘટી છે, પરંતુ લેબગ્રોન ડાયમંડની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. લેબગ્રોન ડાયમંડના ઓછા ભાવ અને વધતી માંગે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો ટેકો આપ્યો છે.

ડાયમંડ બિઝનેસ
ડાયમંડ બિઝનેસ (Etv Bharat Gujarat)

અમેરિકા-યુરોપમાં આર્થિક મંદીને કારણે ગ્રાહકો 20,000 રૂપિયાથી સસ્તી જ્વેલરી તરફ વળ્યા છે. ચીનમાં કોરોના બાદની આર્થિક મંદીએ લોકોને સોનાની તરફેણ કરતા કર્યા છે. 2024-25માં લેબગ્રોન ડાયમંડનું 10,717 કરોડનું એક્સપોર્ટ થયું, જે ગત વર્ષ કરતાં 7.7 ટકા ઓછું છે. યુવા પેઢી લેબગ્રોન હીરાને તેની કિફાયતી કિંમત અને પર્યાવરણ અનુકૂળતાને કારણે વધુ પસંદ કરે છે. G7 દેશોના રશિયન હીરા પરના પ્રતિબંધની પણ અસર જોવા મળી છે.

સુરત ડાયમંડ ઉદ્યોગ
સુરત ડાયમંડ ઉદ્યોગ (Etv Bharat Gujarat)

દિનેશ નાવડિયા, ચેરમેન, IDI એ જણાવ્યું હતું કે યુક્રેન-રશિયા, ઈઝરાયેલ-હામસ યુદ્ધ ઉપરાંત અમેરિકાના લોકો સસ્તી જ્વેલરી ખરીદી રહ્યા છે, જેથી નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ ઘટ્યું છે. ખાસ કરીને તેઓ 250 ડોલર (અંદાજે 20 હાજર રૂપિયા)ની અંદરની જ્વેલરી પસંદ કરે છે. છતાં આગામી વર્ષમાં નેચરલ ડાયમંડની ડિમાન્ડ વધી શકે છે.

  1. સુરતમાં રત્નકલાકારો પાસે કામ નથી અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામદારોની તંગી, 1.50 લાખ કારીગરો હોળી પછી પાછા ના આવ્યા
  2. રાજકોટ સિટી બસ અકસ્માતઃ કોઈ બેન્કના કામે જતું હતું તો કોઈ સ્વિમિંગ કરવા, મૃતકોની કરુણ કહાની

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.