અમદાવાદ : આજે સવારે ગોઝારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેરમાં બે કાર એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
"ધોલેરા શહેર નજીક બે કાર અથડાતા ત્રણ લોકોના મોત, બે ગંભીર રીતે ઘાયલ થયા." -- SP, અમદાવાદ ગ્રામ્ય
Ahmedabad, Gujarat | 3 dead, 2 critically injured as two cars collided near Dholera town: SP Rural
— ANI (@ANI) May 12, 2025
More details awaited.
આ બનાવ અંગે માહિતી આપતા અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેરમાં બે કાર એકબીજા સાથે ટકરાતા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીના જણાવ્યા મુજબ, ગંભીર રીતે ઘાયલ બે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.