કચ્છ: કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેના અને આર્મીના જવાનોની જવાબી કાર્યવાહી અને સામસામા આક્રમણ સહિતનો સમયસગાળો સીઝફાયર સાથે હાલે સ્થગિત થઈ ચૂકયો છે. સીઝફાયર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તુરંત કાશ્મીરમાં ઉધમપુર બોર્ડર ખાતે જવાનોનો હોંસલો વધુ બુલંદ કરવા પહોચ્યા હતા. તો આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભારતીય સેનાની ત્રણેય પાંખ અને સુરક્ષા દળના જવાનો અને અધિકારીઓની પીઠ થાબડવા સાથે તેમને સંબોધન કરવા ભુજ એરબેઝ આવી પહોંચ્યા હતા. આ બાદ તેઓ કચ્છમાં આવેલા સ્મૃતિવનની મુલાકાતે પહોંચ્યા હતા.

રાજનાથસિંહે સ્મૃતિવન અર્થકવેક મ્યુઝિયમની મુલાકાત લીધી
ભુજ એરબેઝમાં ત્રણે પાંખોના જવાનો અને અધિકારીઓને સંબોધ્યા બાદ રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં વર્ષ 2001ના ભૂકંપમાં દિવંગત પામેલ લોકોની યાદમાં બનાવવામાં આવેલ સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં કચ્છના સાંસદ, કચ્છની 6 વિધાનસભા બેઠકના ધારાસભ્યો, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના રાજકીય આગેવાનો તેમજ સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો રઘુવીરસિંહ જાડેજા, મોહિતરાજસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજાએ પણ રક્ષામંત્રીનું સ્વાગત કર્યું હતું.
કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ તે કેવી રીતે બેઠું થયું આ અંગેની વિગતો મેળવી
રક્ષામંત્રી રાજનાથસિંહે સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી. જેમાં જીવનની ઉત્પતિ અને માનવ જીવનનો ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી. આ સાથે કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કેવી રીતે કચ્છ બેઠું થયું તે અંગેની વિગતોથી તેઓ માહિતગાર થયા હતા. ઉપરાંત તેમણે વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પર વર્ષ 2001માં આવેલા કચ્છના ભૂકંપનો અનુભવ પણ કર્યો હતો.
Glimpses from the esteemed visit of Shri Rajnath Singh, Honourable Raksha Mantri, to Smritivan Earthquake Memorial and Museum.
— Smritivan Earthquake Museum (@smritivan) May 16, 2025
It was a moment of great honour to welcome him to this symbol of resilience, remembrance, and national spirit.
We are grateful to have shared Smritivan’s… pic.twitter.com/zs5t3e067w
ઓપરેશન સિંદૂર બહાદુરીનું પ્રતીક
આ પહેલા ભુજ એરબેઝ પર પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરનું આ સિંદૂર એ છે જે શણગારનું નહીં પણ બહાદુરીનું પ્રતીક છે. આ સિંદૂર એ છે જે સુંદરતાનું નહીં પણ સંકલ્પનું પ્રતીક છે. આ સિંદૂર એ ખતરાની લાલ રેખા છે જે ભારતે આતંકવાદના કપાળ પર ખેંચી છે. તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અહીં ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. જે કંઈ થયું તે ફક્ત ટ્રેલર હતું. જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે પૂરી પિકચર બતાવવામાં આવશે.
#WATCH | Gujarat | Defence Minister Rajnath Singh visits Smritivan Earthquake Memorial Museum, Kutch, Bhuj.
— ANI (@ANI) May 16, 2025
In the visuals, earthquake simulations are performed. pic.twitter.com/mM81NqaNEl
સૈનિકોમાં ભારતની રક્ષા કરવાનો અટલ સંકલ્પ
આપણા દેશના સરહદી જિલ્લા કચ્છના ભુજમાં આવીને આજે સૌની વચ્ચે રહીને તેમને ખૂબ ગર્વ થાય છે. આ ભુજે 1965માં પાકિસ્તાન સામે ભારતની જીત જોઈ છે. આ ભુજે 1971માં પાકિસ્તાન સામે ભારતની જીત જોઈ છે અને આજે ફરી એકવાર, આ ભુજે પાકિસ્તાન સામે ભારતની જીત જોઈ છે. તેની માટીમાં દેશભક્તિની સુગંધ છે અને તેના સૈનિકોમાં ભારતની રક્ષા કરવાનો અટલ સંકલ્પ છે. સશસ્ત્ર દળો અને બીએસએફના તમામ બહાદુર સૈનિકો સહિત વાયુસેનાને તેમના આ અદ્ભુત સાહસ માટે સલામ છે.
પાકિસ્તાને આતંકવાદી માળખાનું પુનઃનિર્માણ કરવાનું શરૂ કર્યું
રાજનાથ સિંહે IMFને પાકિસ્તાનને નાણાકીય સહાય આપવા પર પુનર્વિચાર કરવા હાકલ કરી કારણ કે તેણે ફરીથી તેના આતંકવાદી માળખાનું પુનઃનિર્માણ કરવાનું શરૂ કર્યું છે. વર્તમાન યુદ્ધવિરામનો અર્થ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર રાખ્યું છે. આઈએએફએ આતંકવાદ વિરુદ્ધ આ અભિયાનનું નેતૃત્વ કર્યું. તેણે માત્ર દુશ્મનો પર વર્ચસ્વ જમાવ્યું નહીં, પરંતુ ઓપરેશન દરમિયાન તેનો નાશ કર્યો હતો.
Glimpses from the esteemed visit of Shri Rajnath Singh, Honourable Raksha Mantri, to Smritivan Earthquake Memorial and Museum. It was a moment of great honour to welcome him to this symbol of resilience, remembrance, and national spirit. We are grateful to have shared Smritivan’s… pic.twitter.com/29LZzLtQ4M
— Smritivan Earthquake Museum (@smritivan) May 16, 2025
યુદ્ધને જડમૂળથી ઉખેડી નાખીશું
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે એર વોરિયર્સને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે, આતંકવાદ સામેની ભારતની લડાઈ એ માત્ર સુરક્ષાની બાબત નથી, તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો એક ભાગ બની ગઈ છે. અમે આ પ્રોક્સી યુદ્ધને જડમૂળથી ઉખેડી નાખીશું.

ભારતની સરહદો સંપૂર્ણપણે સુરક્ષિત
રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને પોતે 'બ્રહ્મોસ' મિસાઈલની શક્તિનો સ્વીકાર કર્યો છે. આ મેડ ઈન ઈન્ડિયા મિસાઈલે પાકિસ્તાનને રાતના અંધકારમાં દિવસનો પ્રકાશ બતાવ્યો હતો, તેમણે ભારતની એર ડિફેન્સ સિસ્ટમની પણ પ્રશંસા કરી હતી, જેમાં DRDO દ્વારા બનાવવામાં આવેલી આકાશ અને અન્ય રડાર સિસ્ટમોએ જબરદસ્ત ભૂમિકા ભજવી છે.આજે ભુજમાં હવાઈ યોદ્ધાઓ અને સૈનિકો સાથેની તેમની વાતચીત પર, રક્ષા મંત્રીએ કહ્યું કે તેઓ ફરી એકવાર ખાતરીપૂર્વક જણાવે છે કે ભારતની સરહદો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આ પણ વાંચો: