કચ્છ: કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે "ઓપરેશન સિંદૂર" હાથ ધર્યું હતું. જેમાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર ભુજ એરબેઝ સ્ટેશનની મુલાકાત લેવા માટે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસ એટલે કે આજ રોજ 16 અને 17 મે એ કચ્છ આવ્યા છે.
દિલ્હીથી ભુજ આવ્યા બાદ તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું. તેમની આ મુલાકાત દરમિયાન એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એપી સિંહ પણ તેમની સાથે ભુજ પહોંચ્યા હતા. રક્ષા મંત્રીએ ભુજમાં સ્મૃતિ વનની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ ભુજ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા. તેઓએ અહીં પર એર વોરિયર્સ સાથે વાતચીત કરી.
ભુજ એરફોર્સ સ્ટેશન પર ભુજ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, .. 1965માં ભુજ પાકિસ્તાન સામેની આપણી જીતનું સાક્ષી હતું, અને આજે ફરી એકવાર તે પાકિસ્તાન સામેની આપણી જીતનું સાક્ષી બન્યું છે. મને અહીં હાજર રહીને ગર્વ થાય છે.
તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કંઈ કર્યું, તેણે બધા ભારતીયોને ગર્વ અપાવ્યો છે, ભલે તે ભારતમાં હોય કે વિદેશમાં. આપણા વાયુસેના માટે પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓને કચડી નાખવા માટે ફક્ત 23 મિનિટ પૂરતી હતી, અને આ ગર્વની બાબત છે.
#WATCH | #OperationSindoor | Gujarat: Defence Minister Rajnath Singh says, " it would not be incorrect for me to say that the duration people take to have breakfast, you used that duration to deal with enemies. you dropped missiles by going to the land of enemies. its echo did… pic.twitter.com/ET8F1kjcoq
— ANI (@ANI) May 16, 2025
યુદ્ધની સ્થતિ જણાવતા રક્ષા મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાને પણ બ્રહ્મોસ મિસાઇલની શક્તિનો સ્વીકાર કર્યો છે. આપણા દેશમાં એક જૂની કહેવત છે, "દિન મેં તારે દેખના." ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનને 'રાતના અંધારામાં દિવસનો પ્રકાશ' બતાવ્યો છે. મારા માટે એ કહેવું ખોટું નહીં હોય કે લોકો નાસ્તો કરવામાં જેટલો સમય લે છે, તેટલા સમયમાં તમે દુશ્મનોને હરાવી દીધા હતા. તમે દુશ્મનોની ભૂમિ પર જઈને મિસાઇલો છોડી. તેનો પડઘો ફક્ત ભારતની સરહદો સુધી મર્યાદિત ન રહ્યો, આખી દુનિયાએ તે સાંભળ્યો છે. જેનો શ્રેય માત્ર મિસાઇલોનો જ નહીં પણ તમારી બહાદુરી અને ભારતીય સશસ્ત્ર દળોના જવાનોની બહાદુરીને જાય છે.
#WATCH | Gujarat: At Bhuj Air Force Station, Defence Minister Rajnath Singh says, " now, the fight against terrorism is not just a matter of security, but it is now also a part of the national defence doctrine. together will uproot this proxy and hybrid warfare, as the defence… pic.twitter.com/VnkhYBMs61
— ANI (@ANI) May 16, 2025
વીર જવાનોને સંબોધતા તેમણે કહ્યું કે, "ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. જે કંઈ થયું તે ફક્ત એક ટ્રેલર હતું. જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે અમે દુનિયાને સંપૂર્ણ ચિત્ર બતાવીશું. હવે, આતંકવાદ સામેની લડાઈ ફક્ત સુરક્ષાનો વિષય નથી, પરંતુ તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો પણ એક ભાગ છે. રક્ષા મંત્રી તરીકે, હું આ સંકલ્પને ફરીથી વ્યક્ત કરવા માંગુ છું. આપણે ભગવાન રામને અનુસરીને આગળ વધી રહ્યા છીએ જ્યાં તેમણે રાક્ષસી શક્તિઓનો નાશ કરવાનો સંકલ્પ કર્યો હતો - निसिचर हीन करउँ महि भुज उठाइ पन कीन्ह, તેનો અર્થ એ છે કે જે રીતે ભગવાન રામે પોતાના હાથ ઉંચા કર્યા અને આ દુનિયાને રાક્ષસમુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો, તેવી જ રીતે, ભગવાન રામના સિદ્ધાંતોને અનુસરીને, આપણે આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો સંકલ્પ કર્યો છે."
આ પણ વાંચો: