ડીસા: ડીસામાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થવા મામલે મુખ્ય આરોપી પિતા-પુત્રને પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી હતી. અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન આરોપીઓને સાથે રાખીને કરવામાં આવ્યું છે. 21 નિર્દોષ લોકોના જીવ ગયા બાદ સરકારે પણ આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે અને SITની પણ રચના કરી છે. ત્યારે રિમાન્ડ મળતાની સાથે જે પોલીસે આરોપીને સાથે રાખી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.
1 એપ્રિલના રોજ ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી દીપક ટ્રેડર્સ નામની ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં 21 જેટલા નિર્દોષ મજૂરોના મોત થયા હતા. જે બાદ ગતરોજ ડીસા કોર્ટમાં મુખ્ય આરોપી પિતા-પુત્રને રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે ડીસા કોર્ટે આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે આજે શુક્રવારે LCB પીઆઈ, તાલુકા પીઆઈ સહિત પોલીસ કાફલો મુખ્ય આરોપી અને ફેક્ટરીના માલિક પિતા-પુત્ર દિપક અને ખૂબચંદ મોહનાનીને લઈ ઘટના સ્થળે લઈને પહોંચી હતી. જ્યાં સમગ્ર ઘટના અંગે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
ફેક્ટરી માલિક પિતા-પુત્રને ઘટના સ્થળે સાથે રાખી સમગ્ર ઘટના કઈ રીતે બની હતી. તેમજ ઘટના પાછળના કારણો કયા જવાબદાર છે. તે તમામ પાસાઓ ઉપર ઝીણવટ ભરી તપાસ પોલીસે હાથ ધરી છે સાથે જ સીસીટીવી કેમેરામાં કોઈ પ્રકારના ચેડાં થયા છે કે નહીં? કોઈ ફૂટેજ ડીલીટ થયા છે કે નહીં? તે તમામ ગંભીર કારણો જાણવાના પણ પ્રયાસો પોલીસ હાલ કરી રહી છે. મંજૂરી વિના ગેરકાયદેસર આ ફેક્ટરી કેવી રીતે ચલાવવામાં આવતી હતી. માલ આપનારા તેમજ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરવાની છે.
સરકાર દ્વારા પણ એસઆઇટીની રચના કરીને સમગ્ર ઘટનામાં જવાબદાર લોકો છૂટી ન જાય તે માટે તપાસ કરવામાં આવી રહી છે. ગતરોજ એસ.આઇ.ટીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી તેમણે ફેક્ટરીમાં રાખવામાં આવેલો સ્ટોક મળેલો પાવડર સહિત મળેલા મુદ્દામાલ અંગે પણ તપાસ આરંભી છે. મુખ્ય આરોપી દિપક અને ખૂબચંદ મોહનાની છેલ્લા ઘણા વર્ષોથી લાઇસન્સ વિના જ આ ફેક્ટરી ચલાવતા હતા તેમજ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પડદાર્થ ફેક્ટરીમાં જ રાખવામાં આવતો હતો. જે 21 લોકોના મોતનું કારણ બન્યો છે. ત્યારે કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મળતા જ પોલીસે તમામ દિશાઓમાં આરંભી છે.
આ પણ વાંચો: