સુરત: જિલ્લાના લિંબાયત પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007માં નોંધાયેલા ધાડ અને લૂંટના મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોનીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો છે. આ બનાવનો ફરિયાદી ગોડાદરા વિસ્તારમાં મધુર જવેલર્સ ચલાવતો હતો. તે સમયે ફરિયાદી જ્વેલર્સ દુકાન બંધ કરવાના હોય ત્યારે જ આરોપી સહિત કુલ 18 જેટલા લોકો જ્વેલર્સમાં ધસી આવ્યા હતા. ફરિયાદી અને જ્વેલર્સના અન્ય સ્ટાફને માર મારીને જમીન ઉપર સૂવડાવીને લૂંટ ચલાવી હતી.
લૂંટનો આરોપી ઝડપાયો: આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું કે, સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલા હત્યા, લૂટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ કમિશ્નર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે 19 થી 31 માર્ચ સુધી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને આવા આરોપીઓને ઝડપી લેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007માં નોંધાયેલા ધાડ અને લૂંટનો મામલે આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોનીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ: આ લૂંટમાં સોના-ચાંદીના ઘરેણા, રોકડા, રૂપિયા તથા તોડફોડ કરી કુલ રૂપિયા 8,44,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી અને તેઓના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. જેથી આરોપી પોલીસથી બચવા માટે છેલ્લા 18 વર્ષથી નાસતો ફરતો હતો. આરોપી વિરુદ્ધ આંધ્રપ્રદેશમાં પણ લૂંટના કુલ 5 ગુના નોંધાયા છે. તે ઉપરાંત આરોપી અગાઉ મહારાષ્ટ્રના નાસિક અને વલસાડના ઉમરગામ ખાતે ઘરફોડ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે.

ફરિયાદીને ઈજા પહોંચાડીને લૂંટ ચલાવી: આ બનાવના ફરિયાદી ગોડાદરા વિસ્તારમાં મધુર જવેલર્સ ચલાવતો હતો. ફરિયાદી જ્વેલર્સ બંધ કરવાના હોય ત્યારે જ આરોપી સહિત કુલ 18 જેટલા લોકો જ્વેલર્સમાં ધસી આવ્યા હતા. તેઓના હાથમાં કુહાડીઓ, પાવડાના હાથા અને પથ્થરો, લોખંડના સળિયા જેવા મારક હથિયારો ધારણ કરી લૂંટ ચલાવી હતી. તેમજ ફરિયાદીના માથામાં ઇજા કરી હતી. જે સમય દરમિયાન દુકાનની બાજુમાં આવેલ મહાલક્ષ્મી પ્રોવીઝન સ્ટોર્સ નામની દુકાન ચલાવતા બીજા ફરિયાદી બચાવવા દોડી આવતા આરોપીઓએ તેમની પાસે રહેલા હથિયારો વડે ઈજાઓ પહોચાડીને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: