ETV Bharat / state

અમદાવાદમાં સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, બે દિવસ નેતા-કાર્યકર્તાઓના ગુજરાતમાં ધામા - CONGRESS WORKING COMMITTEE

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ 8 અને 9 એપ્રિલે અમદાવાદ યોજાશે.

શક્તિસિંહ ગોહિલની તસવીર
શક્તિસિંહ ગોહિલની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 21, 2025 at 10:24 PM IST

2 Min Read

અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ 8 અને 9 એપ્રિલે અમદાવાદ યોજાશે. સરદાર પટેલની 150મી જન્મજયંતીનું વર્ષ 2025 છે ત્યારે તારીખ 8 એપ્રિલે 2025ના રોજ શાહીબાગના સરદાર સાહેબના સમારક ‘સરદાર સ્મારક’માં સવારે 11.30 કલાકે કોંગ્રેસ પક્ષની મહત્વની ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી’ની બેઠક યોજાશે.

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, તારીખ 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ યોજાશે. ઘણા લાંબા સમય પછી ગુજરાત રાજ્યમાં એઆઈસીસીનું અધિવેશન મળી રહ્યું છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ સમિતિ છે જેનું પ્રથમ અધિવેશન વર્ષ 1885માં મળ્યું હતું. વર્ષ 1938માં ગુજરાતમાં યોજાયેલ હરીપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મુળિયા રોપવામાં આવ્યા હતા. હરીપુરા અધિવેશનમાં કોંગ્રેસે ભારત માટે પૂર્ણ સ્વરાજ (સંપૂર્ણ સ્વતંત્રતા) નો ઠરાવ પાસ કર્યો હતો.

શક્તિસિંહ ગોહિલની તસવીર (ETV Bharat Gujarat)

તેમણે ઉમેર્યું કે, સરદાર સાહેબની 150મી જન્મજયંતીનું વર્ષ 2025 છે ત્યારે તારીખ 8 એપ્રિલે રોજ શાહીબાગના સરદાર સાહેબના સમારક ‘સરદાર સ્મારક’માં કોંગ્રેસ પક્ષની મહત્વની ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી’ની બેઠક યોજાનાર છે. ગુજરાતમાં યોજાનાર સીડબલ્યુસીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યઓ, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.

સાબરમતી આશ્રમમાં વરિષ્ઠ નેતાઓ પહોંચશે
આ અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસના વિશેષ આમંત્રિત સભ્યો પણ ભાગ લેશે. તા.8 એપ્રિલના રોજ સાંજે 5 કલાકે પૂજ્ય બાપુના સાબરમતી આશ્રમ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, સીડબલ્યુસીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યશ્રીઓ ભજન અને પ્રાર્થના સભામાં હાજર રહેશે. આજથી 100 વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણી મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના પ્રથમ અને સૌથી લાંબા સમયના પ્રમુખ તરીકે રહ્યા હતા જેથી ગુજરાતમાં આયોજિત રાષ્ટ્રીય અધિવેશનનું વિશેષ મહત્વનું છે. તારીખ 8 એપ્રિલના રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સહીત તમામ સભ્યો ઉપસ્થિત રહેશે. તારીખ 9 એપ્રિલના રોજ ઐતિહસિક સાબરમતી તટે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી 3000થી વધુ ડેલિગેટ ઉપસ્થિતિ રહેશે.

CWCના મેમ્બર અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, બેલગાવ અધિવેશન બાદ છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં યોજાનાર અધિવેશન માટે સતત ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો રોડમેપ અને આયોજન કરી રહ્યું છે. ગુજરાત આખા દેશને શું આપશે તે અંગે લોકોમાં ઉત્સાહ છે. જે પ્રમાણે તૈયારી થઈ રહી છે તે ગુજરાત અને દેશને નવી દિશા આપશે. રાષ્ટ્રીય અધિવેશનની યજમાનીએ ગુજરાત કોંગ્રેસ માટે ખુબ જ ગૌરવપૂર્ણ બાબત છે.

આ પણ વાંચો:

  1. મોડલ રિદ્ધિ સુથારે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો, મોત પાછળનું કારણ અકબંધ
  2. અમદાવાદની 4 રબારી વસાહતોની જમીનને લઈને AMCનો મોટો નિર્ણય, 1000 પરિવારોને થશે લાભ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.