અમદાવાદ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતી મુલાકાતે આવ્યા છે. આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના નવસર્જન માટે રાહુલ ગાંધી આજે ગુજરાતમાં ફરી એકવાર ધામા નાખ્યા છે. AICC પ્રદેશ કોંગ્રેસ સાથે બેઠક કરીને સંગઠનનું નવસર્જન કરવા પર ચર્ચા વિચારણમાં રાહુલ ગાંધી કરી રહ્યા છે. 6 દિવસમાં રાહુલ ગાંધીની આ બીજીવાર ગુજરાતની મુલાકાત છે. આજે તેઓ જિલ્લા અને મહાનગરના 41 પ્રમુખો નક્કી કરવા નિરક્ષકો સાથે બેઠક કરી રહ્યા છે અને આવતીકાલે રાહુલ ગાંધી મોડાસામાં હાજરી આપશે.
શ્રી રાહુલ ગાંધી જી નું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું. pic.twitter.com/uX6Scaiyhu
— Gujarat Congress (@INCGujarat) April 15, 2025
અમદાવાદ ઉપરાંત રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાની પણ મુલાકાત લેશે, રાહુલ ગાંધીની મુલાકાતને લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના આગામી કાર્યક્રમની તૈયારીને લઈ અગત્યની મીટીંગનું આયોજન કર્યું હતું. જેમાં AICCના સેક્રેટરી અને ઉત્તર ગુજરાત ઝોનના ઈનચાર્જ શુભાશિની યાદવ અને ઉષા નાયડુ તથા ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત સૌ આગેવાનો જોડાયા હતાં.
ઉલ્લેખનીય છે કે, 3 એપ્રિલે દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલિકાર્જુન ખડગેની હાજરીમાં દેશભરના જિલ્લા કોંગ્રેસ પ્રમુખની બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને વધુ સત્તા આપવાનું નિર્ણય કરાયો હતો. ગુજરાતના અમદાવાદ શહેરમાં 8 અને 9 એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અને કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લીધો હતો.
લોકસભામાં વિપક્ષ નેતા જનનાયક શ્રી રાહુલ ગાંધી જી નું ગુજરાત ની ધન્ય ધરા પર હાર્દિક સ્વાગત છે. pic.twitter.com/fQZE8OwYt2
— Gujarat Congress (@INCGujarat) April 14, 2025
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા, કોંગ્રેસે ગુજરાતના 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રમુખ નક્કી કરવા માટે એઆઈસીસી ના 50 અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના 183 નેતાઓની નિરીક્ષકો તરીકે નિમણૂક કરી દીધી હતી. રાહુલ ગાંધી આજે જિલ્લા પ્રમુખની પસંદગી માટે નિમાયેલા નિરક્ષકો સાથે અમદાવાદમાં ઓરિએન્ટેશન બેઠક કરશે.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રી રાહુલ ગાંધી જી ના આગામી કાર્યક્રમ ની તૈયારી ને લઈ અગત્ય ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં AICC ના સેક્રેટરી અને ઉત્તર ગુજરાત ઝોન ના ઈનચાર્જ શ્રીમતી શુભાશિની યાદવ જી અને ઉષા નાયડુ જી તથા ધારાસભ્ય શ્રી તુષાર ચૌધરી જી સહિત સૌ આગેવાનો… pic.twitter.com/6wMwIarw8s
— Gujarat Congress (@INCGujarat) April 14, 2025
અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, રાહુલ ગાંધી 16 એપ્રિલે મોડાસામાં આયોજિત સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં તેઓ જિલ્લાના 1200 બુથ લીડર્સને માર્ગદર્શન આપશે. આ અભિયાન અંતર્ગત દરેક બુથના કાર્યકરોને મતદારો અને બુથ સુધી લાવવા અને કોંગ્રેસ તરફી મતદાન કરાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ રીતે પક્ષના સંગઠનને વધુ મજબુત બનાવવાનો પ્રયાસ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ