અમદાવાદ: અમદાવાદમાં સાબરમતીના તટે 64 વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન યોજાયું છે. ત્યારે અધિવેશનના પ્રથમ દિવસે સાંજના સમયે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના તમામ ટોચના નેતાઓ, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
આશ્રમમાં પ્રાર્થનાસભા દરમિયાન પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમની તબિયત લથડી હતી આથી તેમને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે આ વાતની પુષ્ટિ કરી હતી.
Because of extreme heat, I suffered dehydration.
— P. Chidambaram (@PChidambaram_IN) April 8, 2025
All tests are normal. I am perfectly well now.
Thank you, all 🙏
હવે હું બિલ્કુલ સ્વસ્થ છું: પી. ચિદમ્બરમે પોતાની તબિયત વિષે ટ્વિટર પર જણાવ્યું હતું કે, હવે તેઓ બિલ્કુલ સ્વસ્થ છે, તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે, વધુ પડતી ગરમીના કારણે ડિહાઈડ્રેશન થઈ ગયું હતું.
પ્રાર્થના સભા દરમિયાન થઈ સમસ્યા
કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે ETV Bharat સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભા દરમિયાન ત્યારે પૂર્વ કેન્દ્રિય મંત્રી નાણામંત્રી પી. ચિદમ્બરમજીની તબિયત થોડી લથડી હતી. આથી તેમને એમ્બ્યુલન્સમાં રૂટીન ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે. અત્યાર સુધીની સુચના છે તે હવે કોઈ સમસ્યા નથી. એમને ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ તેમનું બ્લડ પ્રેશર લો થઈ ગયું હતું. હાલમાં તેમની તબિયત કેવી છે તેને લઈને અમે હોસ્પિટલના મેડિકલ સ્ટાફ પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ.
અમદાવાદમાં કોંગ્રેસનું બે દિવસનું અધિવેશન
નોંધનીય છે કે, સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભા પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી તથા રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે ત્યાંથી રવાના થઈ ગયા હતા. આ પહેલા આજે અમદાવાદમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની વર્કીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં સરદાર પટેલ પર એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આવતીકાલે પણ કોંગ્રેસનું મુખ્ય અધિવેશન મળવાનું છે, જેમાં દેશભરના કોંગ્રેસના પ્રતિનિધિઓ જોડાવાના છે.
આ પણ વાંચો: