ETV Bharat / state

'SVPમાં આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે લૂંટફાટ ચાલી રહી છે', શક્તિસિંહના ગંભીર આરોપ - SHAKTISINH GOHIL

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ SVP હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

શક્તિસિંહ ગોહિલની તસવીર
શક્તિસિંહ ગોહિલની તસવીર (X/@shaktisinhgohil)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 21, 2025 at 10:32 PM IST

2 Min Read

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે પત્રકાર પરિષદને સંબોધી હતી. જે દરમિયાન તેમણે SVP હોસ્પિટલમાં દર્દીઓને લૂંટવામાં આવતા હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. આટલું જ નહીં દર્દીએ આ અંગે ફરિયાદ કર્યા બાદ 29000 રૂપિયાનું બિલ 3000 રૂપિયાનું થઈ ગયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

SVP હોસ્પિટલ પર લાગ્યા ગંભીર આરોપ
કોંગ્રેસ સાંસદે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, સંસદમાં ઉઠાવેલ મુદ્દો જેમાં આયુષ્માન કાર્ડમાં દર્દીઓને પડતી હાલાકીમાં એસ.વી.પી હોસ્પિટલ એક કિસ્સાના ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુદ્દો ઉઠાવવાના મુખ્ય ઉદ્દેશ એસ.વી.પી ક્ષતિ સુધારે જેથી કરીને દર્દીઓને હાલાકી ભોગવવી ના પડે. ‘એસ.વી.પી હોસ્પિટલ ક્ષતિ સુધારવાની જગ્યાએ નિરાકરણ કરવાની જગ્યાએ અખબારી યાદી બહાર પાડીને કંઇ ખોટું નથી થયું તેવી બડાઈઓ હાંકી.’ એસ.વી.પીમાં બનેલા કિસ્સાની હકીકત અને પુરાવા આપીને એસ.વી.પીના દાવાની પોકળ હકીકત ખુલ્લી પાડી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે જણાવ્યું હતું કે, એક દર્દી જે એસ.વી.પી.માં દાખલ થાય છે તેને કહેવામાં આવ્યું હતું કે આયુષ્માન કાર્ડ છે એટલે તેમને કોઈ પ્રકારનું બિલ આપવામાં નહીં આવે. ત્યાર બાદ જ્યારે સારવારથી ખુશ ના હોવાથી બીજે સારવાર માટે જવા દર્દીએ માંગ કરી ત્યારે તેને જવાબમાં કહેવામાં આવ્યું કે 6700 રૂપિયા ભરવા પડશે. ત્યારબાદ દર્દીના પરિવારે શક્તિસિંહ ગોહિલને રજૂઆત કરી હતી.

દર્દીના બિલમાં નીકળ્યો ગોટાળો
શક્તિસિંહ ગોહિલ દ્વારા RMOને ફોન ઉપર આ મુદ્દે વાત કરતા RMO જવાબમાં કહ્યું કે, નિયમમાં કોઈ ફેર નહી થઈ શકે. દર્દીના પરિવારએ વારંવાર રજૂઆત કરી હતી કે બિલમાં ક્ષતિ છે, સારવાર કરતા રકમ વધારે છે. દર્દીને 29,899 રૂપિયાની દવાનું બિલ પકડાવી દેવામાં આવ્યું હતું. બિલ ચકાસતા દર્દીને જે દવા આપવામાં આવી ન હતી તેનું બિલ તેમાં હતું. દર્દીના પરિવારએ જ્યારે ધરણા ઉપર બેસવાનું કહેતા અને મીડિયામાં રજુઆત કરવાનું કહેતા કર્મચારી ઢીલા પડયા અને સ્વીકાર્યું કે જે દવાના ખોટા બિલ છે તે દવાઓ દવાની દુકાનમાં જ ખુણામાં પડી હતી. જેનો ફોટો આજ રોજ પત્રકાર પરિષદમાં બતાવવામાં આવ્યો હતો. દર્દીના પરિવારને બિલ ઘટાડી 3069 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે, પેહલા 29899 રૂપિયાનું ખોટું બિલ ઘટાડીને 3069 થઈ ગયું તે દર્દીઓની ઉઘાડી લૂંટનું ઉદાહરણ છે. ત્યાર બાદ X-Rayનું 4200 રૂપિયા જે દર્દીના પરિવારે રોકડા ભર્યા હતા. તે બિલમાં બાકી દેખાડ્યા ત્યારે તેનો દર્દીના પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. X-Ray ભરેલા પૈસાને ખોટી રીતે ફરી બિલમાં ઉમેરવામાં આવ્યા હતા. દર્દીના પરિવાર એ ખોટા બિલના વિરોધમાં સંઘર્ષ કરવો પડ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના કેટલા કિસ્સા લોકો જોડે બનતા હશે તેની ન્યાયિક તપાસ થવી જોઈએ. ગુજરાતની ભોળી જનતા જાય ક્યાં? એક બાજુ ખાનગીમાં ખ્યાતિ અને સરકારીમાં એસ.વી.પી. આ લૂંટના મોડેલની ન્યાયિક તપાસ થવી જોઈએ અને કસૂરવાર સામે સખત પગલાં ભરવા જોઈએ.

આ પણ વાંચો:

  1. અમદાવાદની 4 રબારી વસાહતોની જમીનને લઈને AMCનો મોટો નિર્ણય, 1000 પરિવારોને થશે લાભ
  2. કચ્છના નખત્રાણામાં ACB ની મોટી કાર્યવાહી, મહિલા તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.