પંચમહાલ: દાહોદ જીલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયામાં થયેલા મનરેગા કૌભાંડ બાદ હવે પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા તાલુકામાં પણ મનરેગા યોજના હેઠળ કૌભાંડ કરવામા આવ્યુ હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મનરેગા યોજનામાં લેબર અને મટરીયલ પાછળ 60-40 ટકા ખર્ચ કરવાનો હોય છે. પણ આ પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં મટરીયલ પાછળ નાણા વધારે ખર્ચ કરવામાં આવ્યા છે. આ મામલે કેન્દ્ર સરકારે ટીમ મોકલીને તપાસ કરાવી જોઈએ તેવી માંગ કરી હતી. તો ભાજપ જિલ્લા પ્રમુખે આ તમામ આરોપો ફગાવી દીધા હતા.
અમિત ચાવડાએ શું આરોપ લગાવ્યો?
કોગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા તાલુકો વસ્તીની રીતે સૌથી નાનો તાલુકો છે. જેમાં 26 ગ્રામ પંચાયતો છે અને 42000ની વસ્તી આખા તાલુકાની છે. જાંબુઘોડાની એક જ જીલ્લા પંચાયત છે. તેમાં મનરેગા યોજનામાં થયેલા ખર્ચ થયેલા આંકડાની માહિતી આપતા જણાવ્યું હતું કે, મનરેગા કાયદા મુજબ મજુરોને રોજગાર આપવાનો કાયદો છે. જેમાં 60 ટકા રકમ મજુરો માટે ખર્ચાવી જોઈએ. તેમજ 40 ટકા રકમ મટરીયલ પાર્ટ માટે ખર્ચાવી જોઈએ. પણ જાંબુઘોડા. 293 કરોડનો ખર્ચો ચાર વર્ષમાં કરવામાં આવ્યો. પણ 60 -40નો રેશિયો જળવાયો નથી. આટલા નાના તાલુકાને 22 ટકા રકમ મજુરોને 78 ટકા રકમ મટરીયલને ચુકવામાં આવી. આ મામલે પણ ફરિયાદો કરવામાં આવી હતી પણ સરકાર તપાસ કરતી નથી. આ મામલે જે મટરીયલ એજન્સી ચાલે છે. જે ગીરીરાજ ટેડ્રસ છે તે ભાજપના જીલ્લા પ્રમુખ મંયક દેસાઈની છે. અન્ય એજન્સી તેમના પરિવારજનો અને તેમના ઓળખીતાની છે. તેમને મટીરીયલ સપ્યાલ કર્યુ છે. તેના આંકડા મારી પાસે છે. તેમ અમિત ચાવડા એ જણાવ્યું હતું.
તેમણ વધુમાં તેમણે જણાવ્યુ કે, નરેન્દ્રભાઈ એક રુપિયો મોકલે છે પણ ચોકીદારો એક પણ રુપિયો પ્રજા સુધી પહોંચવા દેતા નથી. જાંબુઘોડા તાલુકામાં આ મામલે તપાસ કરવામાં આવે તો 100 કરોડથી પણ વધુની ગેરરીતિ બહાર આવશે તેવો આક્ષેપ કર્યો હતો. દેશના વડાપ્રધાન ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે મારે તેમને કહેવું છે કે સેન્ટ્રલમાંથી પણ વીજીલન્સની ટીમ મોકલવી જોઈએ. મનરેગા મામલાની તપાસ થવી જોઈએ જવાબદારો ને જેલમા મોકલવા જોઈએ.
ભાજપ નેતાએ આક્ષેપો પર શું પ્રતિક્રિયા આપી?
પોતાના પણ થયેલા આક્ષેપોનો જવાબ આપતા મંયકભાઈ દેસાઈએ જણાવ્યું કે, મારી સામે જે અમિત ચાવડા દ્વારા આક્ષેપ કર્યો છે. નિવેદન મેં સાભળ્યું છે. ટેન્ડર પાડવામાં આવ્યુ હતું ત્યારે મારું ટેન્ડર લાગ્યું હતું. એ ટેન્ડર મને ઓડર આપ્યો હતો. આ ટેન્ડર સિમેન્ટ, પથ્થર, કપચી વગેરે સપ્લાય કરવાનું હતું નહીં કે મનેરેગાનું કામ કરવાનું. 80 ટકાનો સપ્લાય મને આપવાનો આપ્યો હતો. મારી પર જે ડીમાન્ડ નોટ આવી તે પ્રમાણે કામ કર્યું છે. આ જુની વસ્તુને નવી બનાવામાં આવી છે. આ મામલે મારી પાસે પુરતા પુરાવા છે. મારી પર જે આક્ષેપો કર્યા છે તે ખોટા છે. મારી સામે અનેક અરજીઓ થઈ તે પણ ખોટી પુરવાઈ થઈ છે. આ મામલે હું માનહાનીનો ગુનો પણ દાખલ કરીશ.
આ પણ વાંચો: