અમદાવાદ: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાતી ક્લાસ 1 અને 2 ના ઉમેદવારોની ભરતી પરીક્ષામાં મૌખિકના 50 ટકા ભારાંકની નિતિના કારણે હજારો યુવાન યુવતીઓને અન્યાય થઈ રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ મૌખિકનું ભારાંક ઘટાડવા માંગ કરી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) હાલમાં પરીક્ષા લેવામાં આવી છે. જેમાં મૌખિકના 50 ટકા ભારાંકની નિતિના કારણે હજારો યુવાન યુવતીઓને અન્યાય થઈ રહ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાતી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યુનું ભારાંક ઘટાડવા માંગ કરું છું. ઇન્ટરવ્યૂનો 10 ટકા ભારાંક રાખવામાં આવે છે જયારે ગુજરાતમાં 50 ટકા ભારાંક રાખ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આસી. પ્રોફેસરની ભરતી કરવામાં આવી નથી. સરકારી કોલેજના વાણિજ્ય, વિજ્ઞાન, વિનિયન પ્રોફેસરોની 24 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. 426 જેટલી જગ્યાઓ હજુ ખાલી છે.

તેમણે કહ્યું કે, ભરતી કૅલેન્ડર મુજબ આ વર્ષે 426 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી થનાર છે. ભરતીમાં મૌખિક ઇન્ટરવ્યુનું ભારાંક 50 ટકા રાખવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષે ઇન્ટરવ્યુનું ભારાંક 50 ટકાથી ઘટાડી 10 થી 13 ટકા રાખવા માંગ કરી છે. કેન્દ્રીય સેવા આયોગ (UPSC)માં પણ ઇન્ટરવ્યુનું ભારાંક 10 થી 15 ટકા હોય છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની વિવિધ ભરતીમાં 50 ટકા ભારાંકથી અન્યાયની લાગણી જોવા મળે છે. યુપીમાં 13.04, એમપીમાં 11.11, રાજસ્થાનમાં 10.71, હરિયાણામાં 12.05, છતીસગઢમાં 9.09 ટકા ઇન્ટરવ્યુનું ભારાંક છે. ભારાંકની પદ્ધતિ ગેરબંધારણીય હોવાથી એમાં સુધારો કરવા માંગ છે. ગુજરાતનાં ભવિષ્યના પ્રોફેસરો માટે અન્યાયકારી નીતિ બંધ કરવા કોંગ્રેસની માંગ છે.
આ પણ વાંચો: