પરેશ દવે, અમદાવાદ: કોંગ્રેસે પોતાના રાષ્ટ્રીય અધિવેશન અંગે ભારપૂર્વક જાહેર કર્યું કે, ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ બાદ યોજાયું છે. આ અધિવેશનના પ્રથમ દિવસે રાજ્યભરથી આવેલા કુલ 158 સભ્યો એ કોંગ્રેસમાં નવરચના અને રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે કોંગ્રેસની આગામી રણનીતિ અંગે વિગતે ચર્ચા કરી છે.
આજની બેઠકમાં ગાંધી પરિવાર થી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની હાજરી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની ગેરહાજરીની સૌ કોઈએ નોંધ લીધી હતી. અધિવેશનના આરંભે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સહિત અગ્રણીઓ એ સરદાર સ્મારકની મુલાકાત લીધી હતી. અધિવેશનમાં ભાગ લેનાર સૌ સભ્યોને સરદાર પટેલ અંગે PATEL A LIFE નામનું પુસ્તક આપવામાં આવ્યું હતુ. બેઠકના પ્રથમ દિવસે સરદાર પટેલના જીવનની શીખ અને ગાંધી વિચાર થકી દેશમાં કોંગ્રેસની નવરચના કરી શકાય એ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
'वैष्णव जन तो तेने कहिये, जे पीड़ पराई जाणे रे' pic.twitter.com/HrWbFuiR9w
— Congress (@INCIndia) April 8, 2025
અધિવેશન બાદની પ્રેસ કોન્ફરન્સની મહત્વની બાબતો
અધિવેશન અન્વયે પ્રથમ દિવસની CWC ની બેઠક ચાર કલાક ચાલી. બેઠક બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કે. વેણુગોપાલ, પવન ખેરા અને જયરામ રમેશ દ્વારા સંબોધાઈ હતી. કે. વેણુગોપાલ દ્વારા પ્રથમ દિવસની ચર્ચા અર્થસભર અને માતબર રહી હતી. ગુજરાત ખાતેના આ અધિવેશન ને કોંગ્રેસની હાલ સુધીની યાત્રામાં સીમાચિન્હ તરીકે ઓળખાવી હતી. ગુજરાતમાં અત્યાર સુધી કુલ છ વખત કોંગ્રેસની રાષ્ટ્રિય કાર્યકારીની ની બેઠક યોજાઈ છે, જેમાં અમદાવાદ ખાતે આ ત્રીજી રાષ્ટ્રીય અધિવેશન છે. અધિવેશમાં CWC દ્વારા મહત્વના બે ઠરાવો પાસ કરાયા છે. જેમાં કોંગ્રેસના માળખામાં બદલાવ કરવો એ પ્રથમ ઠરાવ અને હાલની રાજકીય, આર્થિક અને સામાજિક સ્થિતિમાં કોંગ્રેસ કેવી વ્યૂહરચના અપનાવશે એ બીજો ઠરાવ છે. આ બન્ને ઠરાવો ના અમલ માટે કોંગ્રેસ પાર્ટીના રીડમેપ અંગે બુધવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સુયોજિત આઈસીસીની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાશે. આ સાથે ગુજરાત રાજ્યની રાજનીતિ પર રાષ્ટ્રીય મુદ્દા અંગે કોંગ્રેસ કેવી રીતે પ્રજા સાથે ભાજપ સામે અવાજ ઉઠાવશે એ મુદ્દે પ્રસ્તાવ થકી આયોજન કરાશે.
“सत्य लोगों के समर्थन के बिना भी खड़ा रहता है, वह आत्मनिर्भर है”
— Mallikarjun Kharge (@kharge) April 8, 2025
~ महात्मा गाँधी
आज सत्य, अहिंसा, सौहार्द, एकता, भाईचारा, सद्भावना और समानता के लिए ऐतिहासिक साबरमती आश्रम, अहमदाबाद में हमने प्रार्थना सभा आयोजित की, ताकि ये देश बापू के सिखाए हुए रास्ते पर चलता रहे और इस देश को… pic.twitter.com/AhcxymNPRk
પ્રિયંકા ગાંધી વાડ્રાની ગેર હાજરી મુદ્દે જયરામ રમેશે કર્યો ખુલાસો
કોંગ્રેસની CWC અને AICC ની મહત્વી બેઠકમાં દેશભરથી કુલ 158 કાર્યકારી સભ્યો એ ભાગ લીધો
પણ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અન્ય 35 સભ્યો કોઈ ને કોઈ કારણોસર ગેર હજાર રહ્યા જે ચર્ચાનો મુદ્દો બન્યો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રા કેમ નથી હાજર એ પ્રશ્નના જવાબમાં સિનિયર કોંગ્રેસી જયરામ રમેશે ફોડ પડ્યો હતો કે પ્રિયંકા ગાંધી વાડ્રા એ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષની મંજૂરી લઈ ગેર હજાર રહ્યા છે. તેમની સાથે બીજા 35 સભ્યો પણ પક્ષને જાણ કરી હાજર રહ્યા નથી એ પણ તમે જાણો. કેમ તમે એક જ વ્યક્તિની ગેર હાજરી ને મહત્વની ગણાવે છે.
BJP के लोग बाबा साहेब का अपमान करते आए हैं, देश की जनता उन्हें कभी माफ नहीं करेगी। pic.twitter.com/ATLuwY5kCr
— Congress (@INCIndia) April 8, 2025
ગાંધી-સરદારની સંસ્થાઓ પર ભાજપ સરકાર ને અણગમો છે
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પવન ખેરા સહિત કોંગ્રેસી નેતા ઓ એ જણાવ્યું કે,ગાંધી,સરદાર પટેલ સને જવાહર નેહરુ આધુનિક ભારતના નિર્માતા છે. પણ ભાજપ સરકાર ગાંધીજી અને સરદાર પટેલની સંસ્થાઓ પ્રત્યે જાણે અણગમો દર્શાવતી હોય એમ જણાય છે. ભાજપ સરકાર દેશના મહાન પુરુષો સાથે સંકળાયેલી સંસ્થાઓ પાસે પણ વેરો વસૂલ કરે છે.
'वैष्णव जन तो तेने कहिये, जे पीड़ पराई जाणे रे'
— Congress (@INCIndia) April 8, 2025
कांग्रेस के ऐतिहासिक अधिवेशन की पूर्व संध्या पर साबरमती आश्रम में प्रार्थना सभा हुई।
📍 अहमदाबाद, गुजरात pic.twitter.com/kC8eY3tAEg
અધિવેશ બાદ ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા અને રાત્રે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ
અધિવેશનના પ્રથમ દિવસના અંતે સરદાર સ્મારક ખાતે પહેલા ગ્રુપ ફોટો લેવામાં આવ્યો. ત્યાર બાદ ગાંધી આશ્રમ ખાતે સાંજે 6/30 વાગે પ્રાથના સભા યોજાઈ હતી. જેમાં પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી પી. ચિદંબરમને ડી હાઈડ્રેશન થતા લો બ્લડ પ્રેશરના કારણે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં તેમણે એક દિવસ સારવાર માટે રાખશે. પ્રાર્થનાસભા બાદ રિવરફ્રન્ટ ખાતે ગુજરાતના વિવિધ સ્થળોથી આવેલ લોક કલાકારોએ નયનરમ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક કોંગ્રેસી આગેવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે નવ સુધી માણી અંતે પરંપરાગત ગુજરાતી વાનગીઓનો રસાસ્વાદ માણ્યો હતો.
આજે બુધવારના દિવસનો શું છે કાર્યક્રમ ?
દેશભરથી 3,000 લોકો બનશે સહભાગી
સવારે 9 વાગે સાબરમતી રિવર તટે AICC નું રાષ્ટ્રીય અધિવેશનનો આરંભ થશે
9 - 30 વાગે ધ્વજ વંદન થશે
9- 40 થી 5 - 30 રાષ્ટ્રીય અધિવેશન યોજાશે જેમાં, રાષ્ટ્રીય મુદ્દાઓ અને ગુજરાત રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિને લઇ પ્રસ્તાવ પાસ કરી વિગતે ચર્ચા કરવામાં આવશે.
5 - 30 કલાકે દ્વિ દિવસીય કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનનું સમાપન