ગાંધીનગર: 2 ઑગસ્ટથી 4 દરમિયાન ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન દ્વારા USA ખાતે “વન ગુજરાત, વન ગુજરાતી, વન વોઈઝ" ની ટેગલાઈન સાથે 'ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2024' યોજાઈ હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં 15,000 થી વધુ ગુજરાતીઓ સહભાગી બન્યા હતા. USA સ્થિત લગભગ 100 જેટલી ગુજરાતી સમુદાયની સંસ્થાઓએ સંયુક્તપણે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન ફોગા નામની સંસ્થાની સ્થાપના કરી છે. FOGAએ વર્ષોથી USA માં વસતા ગુજરાતી લોકોએ ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતના સંસ્કારો અને ગુજરાતની અસ્મિતાને જાળવી રાખી છે.
'ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2024': USAમાં વસતા ગુજરાતીઓએ આ સમિટમાં એકઝીબિશન અને સ્ટોલ પણ રાખેલ હતાં. ત્યાંના ઉદ્યોગપતિઓ સાથે ગુજરાતના બંને મંત્રીઓએ આવનારા દિવસોમાં ગુજરાતમાં પોતાનો વ્યવસાય કેવી રીતે કરવો અને ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ કેવી રીતે કરવું તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. આવનારા દિવસોમાં USAના ગુજરાતીઓનું ડેલિગેશન ગુજરાત આવે તે માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમેરિકામાં હોટલ ઉદ્યોગ, સોફ્ટવેર, ફિલ્મ, એનિમેશન, આઇટી, ટુરીઝમ, હેલ્થ કેર, ઓટોમોબાઇલ, સ્પેસ, એરોનોટિક્સ, એન્જિનિયરિંગ વગેરે સેકટરમાં ગુજરાતીઓએ કાઠું કાઢ્યુ છે. આ ઉદ્યોગપતિઓ સાથે ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ અને ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માએ મીટીંગ કરી હતી. તેમણે ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે સમજાવ્યા હતા.
વાઇબ્રન્ટ સમિટ 2024: આ દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. વાઇબ્રન્ટ સમિટ 2024 અંગે પણ ઉદ્યોગપતિઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. મોટાભાગના ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં રોકાણ કરવા માટે રસ દાખવ્યો હતો. તેમણે ભારતની અર્થવ્યવસ્થાના ગ્રોથ અંગે હકારાત્મક આશાવાદ વ્યક્ત કર્યો હતો.
USAમાં લગભગ 1.9 મિલીયન ગુજરાતીઓ વસે છે: USA માં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળાવડા થતાં હોય છે, પરંતુ આ વખતે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન ઓફ યુ.એસ.એ. દ્વારા યુનાઇટેડ ગુજરાતી સમિટ 2024નું પહેલી વખત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રાન્ડીંગ નહીં, પરંતુ બોન્ડીંગ માટેની ઈવેન્ટ: વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટ આજે બ્રાન્ડીંગ નહીં, પરંતુ બોન્ડીંગ માટેની ઈવેન્ટ સાબિત થઈ છે. ફોગાના ઘણા પ્રતિનિધિઓએ ગુજરાતમાં આયોજીત થતી "વાયબ્રન્ટ ગુજરાત" ઈવેન્ટમાં પણ હાજરી આપી હતી અને ફોગાએ વાયબ્રન્ટ ગુજરાતની સફળતાને ધ્યાને લઇ યુનાઈટેડ ગુજરાતી કન્વેન્શન 2024 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું.
સર્વાગી વિકાસની વાતો ગુજરાતી સમુદાયના લોકોને વર્ણવી: આ સમિટમાં ગુજરાતની વિકાસગાથા રજૂ કરાઇ હતી. વાયબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાતમાં ઉદ્યોગોની સ્થાપના, રીવરફ્રન્ટ, ગિફટસિટી, ધોલેરાસર જેવા મેગા પ્રોજેક્ટ સહિતના ગુજરાતના સર્વાગી વિકાસની વાતો ગુજરાતી સમુદાયના લોકોને વર્ણવી હતી.
ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીઝ માટે બીઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે: સાથે સાથે પ્રોએકટીવ પોલીસી મેકીંગ, મીનીમમ બેરીયર્સ ટુ સેટઅપ બીઝનેસ, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ લોજેસ્ટીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી ઈકોસીસ્ટમ, ડીઝીટલ ગર્વનન્સ અને ઈઝ ઓફ લીવીંગ દ્વારા ગુજરાત સરકાર ઉદ્યોગકારોને ગુજરાતમાં ઈન્વેસ્ટ કરવા આવકારી રહી છે.