નવી દિલ્હી : ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામ કરાર પછી પણ, સુરક્ષાના કારણોસર આજે ઘણા શહેરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જેમાં એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઇન્સે આ જાહેરાત કરતા આનું કારણ તાજેતરની ઘટનાઓ અને સુરક્ષા ચિંતાઓને ગણાવી છે. એર ઇન્ડિયા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. કોઈપણ અપડેટ આવતાની સાથે જ તેઓ તેને ઉપલબ્ધ કરાવશે.
આજે પણ કેટલીક ફ્લાઈટ્સ રદ્દ...
ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામ કરાર પછી પણ, હાલની સ્થિતિ અને સુરક્ષાને ધ્યાને રાખી આજે પણ કેટલીક ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. જેમાં જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ એરપોર્ટ પર આવતી ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.
Air India issues a travel advisory. Tweets, " in view of the latest developments and keeping your safety in mind, flights to and from jammu, leh, jodhpur, amritsar, bhuj, jamnagar, chandigarh and rajkot are cancelled for tuesday, 13th may..." pic.twitter.com/VSvc5GH2IH
— ANI (@ANI) May 12, 2025
એર ઈન્ડિયા : એર ઈન્ડિયાએ 13 મે, મંગળવારના રોજ કેટલાક શહેરોની ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાએ X પોસ્ટ પર જણાવ્યું હતું કે, નવીનતમ વિકાસ અને તમારી સલામતીને ધ્યાનમાં રાખીને 13 મે, મંગળવારના રોજ જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ જતી અને આવતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ઇન્ડિગો એરલાઇન્સ : ઇન્ડિગો એરલાઇન્સે પણ કેટલાક શહેરોની ફ્લાઇટ કામગીરી રદ કરવાની જાહેરાત કરી છે. X પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, નવીનતમ વિકાસને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની સુરક્ષાને તેમની ટોચની પ્રાથમિકતા તરીકે રાખીને જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટની ફ્લાઇટ્સ 13 મે, મંગળવાર સુધી રદ કરવામાં આવી છે.
IndiGo announces flight cancellations at six locations for today
— ANI Digital (@ani_digital) May 12, 2025
Read @ANI Story | https://t.co/or4xCrJIXQ #Indigo #Fightcancellation #Traveladvisory pic.twitter.com/77TNc6NZAK
અમૃતસર જતી ફ્લાઈટ દિલ્હી પરત ફરી
અહેવાલો અનુસાર, સાવચેતીના પગલા તરીકે 'બ્લેકઆઉટ' પગલાં લાગુ કરવામાં આવ્યા બાદ સોમવારે સાંજે અમૃતસર જતી ઇન્ડિગો ફ્લાઇટ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પરત ફરી હતી.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ 'Flightradar24.com' પર ઉપલબ્ધ માહિતી અનુસાર, દિલ્હીથી અમૃતસર જતી ફ્લાઇટ 6E2045 થોડા સમય માટે ઉડાન ભર્યા પછી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પરત ફરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સાવચેતીના કારણોસર અમૃતસર એરપોર્ટ બંધ હોવાથી ફ્લાઇટને પરત ફરવું પડ્યું હતું. આ સંદર્ભમાં ઇન્ડિગો તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
32 એરપોર્ટ હતા બંધ : સોમવારના રોજ એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ (AAI) પણ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં 32 એરપોર્ટને નાગરિક ઉડાન કામગીરી માટે ફરીથી ખોલવાની જાહેરાત કરી. ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ત્રણ દિવસ પહેલા લાદવામાં આવેલ હવાઈ સેવાનું કામચલાઉ સ્થગિતકરણ આગામી 15 મે, ગુરુવાર સુધી લંબાવવામાં આવ્યું છે.