ETV Bharat / state

2050 સુધીમાં વિશ્વમાં 100 કરોડ લોકો થશે "બહેરા", જાણો ઈયરફોનથી કેટલું નુકસાન - Gandhinagar

દુનિયામાં વધતા ધ્વનિ પ્રદુષણને કારણે કરોડો લોકો બહેરા થઈ શકે છે. તેઓ ચોંકાવનારો રિપોર્ટ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપવામાં આવ્યો છે. 2050 સુધીમાં વિશ્વમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે. જેમાં 12થી 35 વર્ષની વચ્ચેની વયના લોકો મહત્તમ હશે. ઈયર બડ્સ, મોબાઈલ અને ઈયરફોનથી વધારે અવાજમાં ગીતો સાંભળવાની આપણી ખરાબ ટેવને કારણે આવું થશે...

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 10, 2024, 6:04 PM IST

દુનિયમાં વધતી બહેરાશની સમસ્યા
દુનિયમાં વધતી બહેરાશની સમસ્યા (Etv Bharat Report)

ગાંધીનગરઃ WHOના રિપોર્ટ મુજબ જો ખરેખર લોકો બહેરા થઈ જશે તો શું થશે? એકબીજાની વાતો કોઈ સાંભળી ના શકે તો શું થશે? આ વિચારીને તમે પણ ડરી ગયા હશો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં દુનિયાભરમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે અને તેની પાછળનું કારણ કોઈ રોગચાળો નહીં, પરંતુ ઈયરફોનથી ગીત સાંભળવાને કારણે આવું થઈ શકે છે. આજની ફાસ્ટ લાઇફમાં મોબાઈલનો ઉપયોગ ચિંતાજનક રીતે વધી ગયો છે. મેટ્રો, ટ્રેન, પાર્ક કે અન્ય કોઈપણ સાર્વજનિક સ્થળે લોકોને કાનમાં ઈયરફોન પહેરીને આસપાસના વાતાવરણથી સાવ અજાણ રહેતા જોવા મળે છે. ઘણી વખત તેમની આસપાસ કંઈક બનતું હોય તો પણ તેમને જાણ થતી નથી. ઈયરફોન, ઈયરબડ કે અન્ય સાંભળવાના ઉપકરણોને ઉપયોગ સતત વધી રહ્યો છે.

WHOની મેક હિયરિંગ સેફ માર્ગદર્શિકામાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે 2050 સુધીમાં વિશ્વભરમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે. આ યુવાનોની ઉંમર પણ 12થી 35 વર્ષની વચ્ચે હશે. ગાઈડલાઈન્સ કહે છે કે વધારે અવાજથી સાંભળવાની આપણી ખરાબ ટેવને કારણે આવું થશે.

ઉપકરણોની અસરોઃ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં 12થી 35 વર્ષની વયના લગભગ 50 કરોડ લોકો વિવિધ કારણોસર સાંભળવા અશક્ત અથવા બહેરાશની સમસ્યાથી પીડિત છે. તેમાંથી 25 ટકા એવા છે કે જેઓ તેમના અંગત ઉપકરણો જેવા કે ઈયરફોન, ઈયરબડ, હેડફોન પર વધારે અવાજ રાખીને સતત સાંભળતા હોય છે. જ્યારે લગભગ 50 ટકા લોકો એવા છે કે જેઓ મનોરંજનના સ્થળો, ક્લબ, ડિસ્કોથેક, સિનેમા, ફિટનેસ ક્લાસ, બાર અથવા અન્ય જાહેર સ્થળો પર લાંબા સમય સુધી મોટેથી સંગીત વગાડતા રહેતા હોય છે. આવી સ્થિતિમાં જોરથી મ્યુઝિક સાંભળવાનો કે કાનના ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ કરવાનો શોખ તમને બહેરા બનાવી શકે છે.

શું કહે છે નિષ્ણાંતઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કાન અને ગળા વિભાગના પ્રોફેસર અને વડા ડોક્ટર યોગેશ ગજ્જરે જણાવ્યું કે, બહેરાશના ઘણા બધા કારણો છે. જેમ માણસની ઉંમર વધે તેમ તેમ બેહરાશ આવવાની સંભાવનાઓ પણ વધે છે. ઉંમર વધવાની સાથે કાનનો પડદો, નસ અને તેના તંતુઓ નબળા પડે છે. તેથી લાંબા ગાળે બહેરાશ આવી શકે છે. બાળક જન્મે ત્યારે કેટલાક બાળકોમાં જન્મજાતથી શ્રવણ શક્તિ નથી હોતી. તેને કારણે બાળક બોલી પણ નથી શકતું. આવા બાળકો માટે દરેક સરકારી હોસ્પિટલોમાં સારવારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આવા બાળકોને કોકલેર ઇનપ્લાન્ટ સર્જરી કરી દેવામાં આવે છે.

હેડફોન લગાવી સુવાની આદત છે? તો જાણી લોઃ યુવાનો હેડફોન અને ઇયર પ્લગનો ઉપયોગ ખૂબ વધારે પડતો થઈ ગયો છે. લોકો કાનમાં ઈયર પ્લગ અને હેડફોન ભરાવીને લાંબો સમય સુધી બેસી રહે છે. તેઓ કલાકો સુધી કાનમાં હેડફોન વડે ધોધાટીયું મ્યુઝિક સાંભળે છે. કેટલાક યુવાનો મ્યુઝિક સાંભળતા સાંભળતા રાતે સુઈ જાય છે. તેથી આખી રાત કાનમાં અવાજ જતા સેન્સેટિવિટી ઓછી થવાની સંભાવના છે. 80 થી 85 ડેસીબલથી વધારે અવાજ જ્યારે રોજ નિયમિત આઠ કલાક સાંભળીએ ત્યારે આ વસ્તુ લાંબા ગાળે કાનના સાંભળવાના તંતુને નુકસાન કરી શકે છે. આ તંતુને નુકસાન થતાં બેહરાશ આવવાની સંભાવના છે. આ બહેરાશ નો ઈલાજ કરવો ખૂબ મુશ્કેલ છે.

ઉપકરણને કેવી રીતે વાપરવું?: યુવાનોએ લાંબો સમય સુધી ઈયરફોન ઉપયોગ કરવો ન જોઈએ. હાલમાં બજારમાં મળી રહેલા ઈયર ફોનમાં 75 થી 130 ડેસીબલ સુધી અવાજ વધારી શકાય છે. આટલા બધા ડેસિબલ વોઇસ તમે નિયમિત લાંબો સમય સુધી વાપરો તો કાનમાં બહેરાશ આવવાની સંભાવના વધી જાય છે. ઈયરફોન વાપરવાને કારણે કાનમાં તમરા બોલતા હોય, કાન ભારે લાગતો હોય, કાનમાં દુખાવો હોય, સાંભળવામાં બહેરાશ લાગતી હોય, વારંવાર પૂછવું પડતું હોય આવા કિસ્સામાં તાત્કાલિક ઇએનટીના નિષ્ણાંત તબીબની સલાહ લેવી જોઈએ. સાંભળવા માટેના રિપોર્ટ કરાવવા જોઈએ.

ઓનલાઈન અભ્યાસમાં ઈયરફોનનો ઉપયોગ ટાળવો જોઈએઃ તેમણે વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓ અને બાળકોમાં પણ મોબાઈલનો ઉપયોગ સતત વધી રહ્યો છે. બાળકો કલાકો સુધી ઓનલાઇન અભ્યાસ કરે છે. ઓનલાઇન અભ્યાસ કરતી વખતે ઇયરફોનનો ઉપયોગ ટાળવો જોઈએ. ઈયરફોનના બદલે સીધુ સ્પીકરથી સાંભળીને જ અભ્યાસ કરવો જોઈએ. ઈયર ફોન લનો વોલ્યુમ ઓછો રાખવો જોઈએ. એક દિવસમાં અમુક નિશ્ચિત કરેલા કલાકો સુધી જ ઓનલાઇન અભ્યાસ કરવો જોઈએ. લાંબા સમય સુધી ઈયરફોન કાનમાં નાખીને ઓનલાઈન અભ્યાસ કરવાથી લાંબા ગાળે બેહરાશના ચાન્સીસ વધી જાય છે.

વપરાશકર્તાઓએ તેમના ઉપકરણોનું વોલ્યુમ 75 dBથી 105 dBની વચ્ચે રાખવું જોઈએ અને તેનો મર્યાદિત સમય માટે ઉપયોગ કરવો જોઈએ. આનાથી ઉપર જવું એ કાન માટે ખતરો છે.

હીરા બજાર પર બેરોજગારીનું તોળાતું જોખમ: તહેવાર પહેલા સ્થિતિ ન સુધારી તો કારખાના બંધ થશે? - Bhavnagar diamond market situation

છોટા ઉદેપુરના કુકરદા ગામમાં સમાન વસ્ત્રોની થીમ સાથે ઊજવાય છે દિવાસો, જાણો અનોખી પરંપરા - celebration with same dress theme

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.