કચ્છ: કચ્છમાં ફરી હિસ્ટ્રીશિટર ગુનેગાર પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. જેમાં ચિટિંગ, બળજબરીથી મિલકત કઢાવી લેવી, મારામારી, શરીર સંબંધી ગુના, સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી,વિગેરે ગુનામાં સામેલ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે. અંજાર-ભુજ રોડ ઓક્ટ્રોઇ નાકા પાસે આરોપી સુલેમાન ઉર્ફે બાબાના દબાણ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.
પોલીસે તંત્રને સાથે રાખી કાર્યવાહી કરી: આરોપીએ પોતાના મોજ શોખ માટે અંજાર નગરપાલિકાની જગ્યામાં ફાર્મ હાઉસ બનાવેલ જેમાં બે રૂમ, એક મોટો હોલ બે કિચન વચ્ચે ખુલ્લી જગ્યા તથા બાથરૂમ, પતરાનો મોટો શેડ બનાવ્યા હતા, તો અંજાર પોલીસે તંત્રને સાથે રાખી કાર્યવાહી કરી હતી.


અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.આર. ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા સુલેમાન ઉર્ફે બાબા દ્વારા ચિટિંગ, ફ્રોડ, બળજબરીથી મિલકત કઢાવી લેવું, મારામારી, શરીર સંબંધી ગુના, સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી, એકના ત્રણ ગણા કરવાની લાલચ આપી મિલકત બળજબરીથી કઢાવી લેવી વગેરે જેવા ગુના આચરવામાં આવ્યા છે, ત્યારે તેના મોજશોખ માટેના ફાર્મ હાઉસને આજે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સુચનાથી અંજાર પોલીસ દ્વારા પ્રોબેશનલ આઇપીએસ વિકાસ યાદવ અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તોડી પાડવામાं આવ્યું હતું.
આ પણ વાંચો: