સુરત: શહેર પોલીસના હાથે વધુ એકવાર રીઢા તસ્કરો ઝડપાયા છે. પોલીસે કુલ 08 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મહેસાણા જિલ્લાના ચાણસ્મા ગામમાંથી મોજમસ્તી માટે સુરત આવેલા સાળા-બનેવીની ચોરોની જોડી વિરુદ્ધ પોલીસે ધરપકડની કામગીરી કરી છે. પકડાયેલા શખ્સોએ સુરતમાં આવીને સૌપ્રથમ બાઈક ચોરી કરી અને પછી તેનો ઉપયોગ ઘરફોડ ચોરી માટે કરતા હતા. હવે પોલીસ તપાસમાં કુલ 8 ગુનાના ભેદ ઉકેલાયા છે અને વધુ ગુનાનો ભેદ ઉકેલાય તેવી સંભાવના છે. સુરત શહેર પોલીસે મહેસાણા જિલ્લાના ચાણસ્મા ગામના બે શખ્સોની ધરપકડ કરી છે.
બંને આરોપીઓ થોડા સમય પહેલા જ મહેસાણાથી સુરત આવ્યા હતા, તેમણે પ્રથમ બાઈકની ચોરી કરી અને પછી તે વાહનનો ઉપયોગ રાત્રે ઘરફોડ ચોરી માટે કરતા હતા. પોલીસે પાંડેસરા વિસ્તારના પિયુષ પોઈન્ટ ખાતે તેમના ભાડાના મકાનમાંથી બંનેને પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ ઉમરા વિસ્તારમાં એક ઘરફોડ ચોરી અને સાત બાઈકની ચોરી કરી હતી. ચોરી કરેલા વાહનોને તેઓ અન્ય રાજ્યમાં ઓછી કિંમતે વેચી દેતા હતા.
પલસાણા પોલીસ મથકના પીઆઈ જણાવ્યું હતું કે, રોહિત ઉર્ફે મોડલનો ગુનાહિત ઇતિહાસ છે, તેની સામે અગાઉ 10 ગુના નોંધાયેલા છે અને બે વખત જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે. પોલીસના મતે આ ગેંગ વધુ મોટી હોઈ શકે છે. આરોપીઓની પૂછપરછમાં વધુ ગુનાઓનો ભેદ ખૂલે તેવી શક્યતા છે. હાલ પોલીસે અન્ય રાજ્યોમાં વેચાયેલા વાહનોની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: