અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ ઉપર કાશ્મીરમાં જે આતંકવાદીઓના ગોળીબારમાં જે મૃત્યુ પામ્યા છે ભાવનગરના એ પિતા પુત્રના મૃતદેહો અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. આજે બુધવારે સાંજે સાડા આઠ વાગે અમદાવાદ એરપોર્ટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત, જગદીશ વિશ્વકર્મા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એરપોર્ટ પર સમ્માન સાથે મૃતદેહોને ફૂલહાર કરી તેમના વતન લઈ જવાયા હતા. જે પછી એરપોર્ટથી હર્ષ સંઘવી સુરત જવા રવાના થયા હતા. આપને જણાવી દઈએ કે પહેલગામમાં મૃત્યુ પામેલા ગુજરાતી વ્યક્તિઓ પૈકી એક યુવક સુરતનો વતની હતો.
ઋષિકેશ પટેલે આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ ઘટનામાં એમાં 28 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. એમાં ત્રણ ગુજરાતીઓ પણ છે. પાકિસ્તાનની આ હરકત દેશ, આપણા વડાપ્રધાન અને ગૃહ મંત્રી સાખી નહીં લે.
તેમણે કહ્યું કે, હાલમાં મંત્રણા ચાલી રહી છે કે પાકિસ્તાનને કઈ ભાષામાં જવાબ આપવો? સામે કઈ કાર્યવાહી કરવી? પાકિસ્તાનને આની પહેલા પણ આતંકી હરકતો સામે છે જવાબ આપવામાં આવ્યો છે એ એમાંથી પાકિસ્તાન શિક્ષા નથી લીધી. જે પોતાના નાગરિકોએ પોતાના દેશ પરનો કોઈ પણ અન્ય એક આતંકવાદ ચલાવશે નહીં અને વડાપ્રધાન સાઉદી અરેબિયાની પોતાની ટ્રીપ કેન્સલ કરીને આવ્યા છે એ બતાવે છે એમને કેટલી ચિંતા છે. પાકિસ્તાન હવે વિશ્વમાં એટલું પડતું જાય છે. પાકિસ્તાનને આતંકવાદ તૈયાર કર નિર્માણ કરતી એક ફેક્ટરી છે અને ટૂંક સમયમાં પાકિસ્તાનને ભારત જળબાતોડ જવાબ આપશે. પાકિસ્તાન સતત ભારતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરે છે, પણ પાકિસ્તાનને સમજી જવું જોઈએ ભારત પર કોઇપણ પ્રકારના છે. કશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર દેશ અને દુનિયા સ્તબ્ધ છે. અત્યારે અમદાવાદ એરપોર્ટ પર આવેલા ભાવનગરના રહેવાસી પિતા પુત્રના મુદ્દે અત્યારે ભાવનગર એમના વતન દ્વારા લઈ જવામાં આવે છે.