ભાવનગર: મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા 15 જુનથી નિયમ પ્રમાણે શરૂ થતાં ચોમાસાને પગલે પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેટલો ખર્ચ કરવામાં આવશે ? મહાનગરપાલિકા પાણી ન ભરાય તે માટે કેવી કામગીરી કરી રહી છે ? જાણો.
ચોમાસું દસ્તક દઈ રહ્યો છે અને ઉનાળાની ઋતુ વિદાય લેવાની કગાર ઉપર છે. ત્યારે મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે પ્રિમોન્સુન કામગીરીને લઈને કાર્યવાહી હાથ ઉપર લીધી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ ખર્ચ એક સમાન હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે ભાવનગર શહેરમાં કામગીરીને લઈને મહાનગરપાલિકાનું ડ્રેનેજ વિભાગ શું કામ કરી રહ્યું છે. ચાલો વિગતથી જાણીએ.
મહાનગરપાલિકાના 13 વોર્ડમાં પ્રિમોન્સુન કામગીરી: પ્રિમોન્સુન કામગીરીને લઈને મહાનગરપાલિકાના વિભાગના અધિકારી એન બી વઢવાણિયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે જે પ્રિમોન્સૂન કામગીરી કરી હતી, તેમાં 70 લાખ ખર્ચ થયો હતો. આ વર્ષે પણ 13 વોર્ડમાં કામગીરીને લઈને પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને 65 થી 70 લાખનો ખર્ચ થવાનો પણ અંદાજ છે. જ કે અમે 31 મે પહેલા પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવાની તૈયારી સાથે કામ કરી રહ્યા છીએ. હાલમાં શહેરમાં વિવિધ સ્થળો ઉપર પ્રિમોન્સૂન કામગીરી શરૂ છે.

શું સાફ સફાઈ અને ક્યાં પાણી ભરાવાનો વિકટ પ્રશ્ન: પ્રિમોન્સુન કામગીરીને લઈને ડ્રેનેજ વિભાગના અધિકારી એન બી વઢવાણિયાએ જણાવ્યું હતું કે શહેરમાં આવેલી બધી સ્ટ્રોમ લાઈનો યુનિટો, ખુલ્લા યુનિટો, બોક્સ ડ્રોન અને ખુલ્લા નાળાઓમાં સફાઈ કરવામાં આવી રહી છે. જોકે શહેરમાં તરસમિયા પાસે આવેલી શિવ સૃષ્ટિ સોસાયટીમાં ગયા ચોમાસામાં દીવાલ તોડીને પાણીનો નિકાલ કરવો પડે તેવી સ્થિતિ હતી. જેમાં મહાનગરપાલિકાના કમિશનરે 60 લાખ મંજૂર કર્યા બાદ ત્યાં સ્ટ્રોંમ લાઇન નાખવાની કામગીરી હાલ ચાલુ છે. આ સાથે શહેરમાં નાના-મોટા પાણી ભરાવાના 15 થી 20 જેટલા પોઇન્ટ છે જેને લઇને પણ કાર્યવાહી શરૂ છે.

સ્ટોર્મ નેટવર્ક સહિત નિકાલના પોઇન્ટ: મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના અધિકારી એન. બી. વઢવાણિયાએ જણાવ્યું કે, ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના 13 વોર્ડમાં 260 km જેટલી સ્ટ્રોમ લાઇન છે. આ સાથે 7000 જેટલી કુંડીઓ અને 27 જેટલા ખુલ્લા નાળાઓ છે. જેમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ભાવનગર શહેરમાં દર વર્ષની જેમ પાણી ભરાવાની સમસ્યા હોય ત્યાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પણ પ્રથમ રાઉન્ડ 31 મે સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. ત્યારબાદ ચોમાસું મહાનગરપાલિકાની કઈ રહી ગયેલી ક્ષતિને ઉજાગર કરશે તે જોવાનું રહેશે.


આ પણ વાંચો: