ભાવનગર: આચાર્ય અને શિક્ષકની ભૂમિકા બાળકોના ઘડતરમાં યોગદાન આપતી હોય છે. એટલે જ ઢાળવામાં વિદ્યાર્થીઓનું ઘડતર શાળાના શિક્ષકો અને આચાર્યના ફાળે જાય છે. જેના પરિણામ સ્વરૂપ ભાવનગર શાળાના આચાર્યને ઇન્ડિયન ટેલેન્ટ ઓલિમ્પિયાડ દ્વારા બેસ્ટ આચાર્યનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જો કે દેશમાં 1000 આચાર્યોને એવોર્ડ એનાયત કરાયો છે જેમાં ભાવનગરના આ આચાર્યનો પણ સમાવેશ થયો છે.
શાળાઓમાં શિક્ષકો અને આચાર્યો હંમેશા કોઈને કોઈ નવી પ્રવૃત્તિ કરતા હોય છે અથવા તો કોઈ પ્રવૃત્તિમાં માર્ગદર્શન આપીને બાળકોની અંદર ઉત્સાહ અને ઉમંગ ભરીને તેમની કારકિર્દી બનાવવામાં ભૂમિકા ભજવતા હોય છે. ત્યારે ભાવનગર શહેરની કેપીઈએસ (KPES) માધ્યમિક શાળાના શિક્ષકો અને આચાર્યએ ઓલમ્પિયાડ પરીક્ષામાં દાખવેલી પોતાની ભૂમિકાને લઈને શાળાના આચાર્યને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ ઇન્ડિયન ટેલેન્ટ ઓલિમ્પિયાડ દ્વારા પ્રાપ્ત થયો છે, ચાલો જાણીએ.
દેશમાં શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડમાં ભાવનગર પણ: સમગ્ર દેશમાં ઇન્ડિયન ટેલેન્ટ ઓલમ્પિયાડ તરફથી લેવાયેલ ધોરણ આઠ પછીના વિદ્યાર્થીઓને પરીક્ષામાં શાળાના દેખાવને પગલે દેશના 1000 આચાર્યને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત કરાયો છે. જેમાં ભાવનગરના તરુણભાઈ વ્યાસનો પણ સમાવેશ થાય છે.

ભાવનગર KPES માધ્યમિક શાળાના આચાર્ય તરુણભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, 'ખાસ કરીને ઇન્ડિયન ટેલેન્ટ ઓલમ્પિયાડ તરફથી આ પ્રકારની પરીક્ષાઓ યોજાય છે. ભારતભરની અંદર આ પરીક્ષા યોજવામાં આવે છે અને ભારતભરની અંદરથી દોઢ લાખ જેટલી શાળામાં પરીક્ષા લેવામાં આવી હતી. તેમાંથી પસંદ કરાયેલા 1000 આચાર્યને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત કરાયો છે. અમારા શિક્ષકોને ખાસ કરીને સહયોગ રહ્યો અને મેનેજમેન્ટ જે રીતે સક્રિય રહ્યું તેનાથી અમે સફળ થયા છીએ. જો કે આ પ્રકારની પરીક્ષાથી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે.'

બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કર્યા ? ભાવનગર શહેરની KPES માધ્યમિક શાળા દ્વારા પ્રથમ વખત IEO, IMO, IGKO જેવી પરીક્ષાઓમાં ભાગ લેવામાં આવ્યો હતો. જો કે પ્રથમ વખત હોવાથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


શાળાના શિક્ષક નિકિતાબેન દરજીએ જણાવ્યું હતું કે, 'શાળામાંથી 46 બાળકોએ પરીક્ષા આપી હતી. અમારી પાસે ઓલમ્પિયાડ પરીક્ષાનો લેટર આવ્યો ત્યારે પ્રિન્સિપાલે અમને જાણ કરી અને અમે નક્કી કર્યું કે દરેક બાળકોને આમાં ભાગ અપાવો છે. આથી બાળકોને પહેલી વખત પરીક્ષા આપવાની હોવાથી પ્રાથમિક માર્ગદર્શન આપ્યું હતું.

બાળકોને સમજણ પૂરી પડાઈ: સમગ્ર દેશમાં 1.5 લાખ શાળાઓ પૈકી 1000 જેટલા આચાર્યો અને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત કરાયો છે. જો કે આ એનાયત કરાયેલા એવોર્ડ પાછળનું મુખ્ય કારણ જાણવા જઈએ તો KPES શાળાના શિક્ષક નિકિતા દરજીએ જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થી અને શિક્ષકોનો સારો સપોર્ટ અમને મળ્યો અને સ્ટુડન્ટને અમે ખાસ એ સમજાવ્યું હતું કે, ધોરણ 12 પછી જે લોકો કોમ્પિટિટિવ પરીક્ષા આપતા હોય છે તેમાં આ જે પરીક્ષા IMO, IEO વગેરે તેમને તે પરીક્ષામાં ખૂબ જ કામ લાગે છે. બાળકોને આ વાત સારી લાગી અને બાળકો તૈયાર થઈ ગયા. અમે બાળકોને વાંચવા માટે બુક્સની પણ વ્યવસ્થા કરી આપી હતી. આમ સમગ્ર પ્રક્રિયામાં સૌનો સહકાર રહ્યો છે. જો કે અમે આવતા વર્ષની પરીક્ષા માટે પણ અત્યારથી તૈયારી કરી લીધી છે.

આ પણ વાંચો: