ETV Bharat / state

ભાવનગર રેલવે ડિવિઝનની 10 ટ્રેનના સમયમાં થશે ફેરફાર, હાઇકોર્ટના આદેશ બાદ મહત્વનો નિર્ણય - Bhavnagar Railway Division

ભાવનગર રેલવે ડિવિઝન અંતર્ગત મીટર ગેજ સેક્શનમાં દોડતી 10 જેટલી ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફેરફાર 7 ઓક્ટોબરથી લાગુ પડશે. એશિયાટિક સિંહોની સલામતી માટે હાઇકોર્ટની ટકોર બાદ રેલવે વિભાગે આ નિર્ણય લીધો છે. જાણો વિગતો આ અહેવાલમાં...

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2024, 1:55 PM IST

10 ટ્રેનના સમયમાં થશે ફેરફાર
10 ટ્રેનના સમયમાં થશે ફેરફાર (ETV Bharat Gujarat)

રાજકોટ : ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં દોડતી 10 ટ્રેનોના સમયમાં 7 ઓક્ટોબરથી ફેરફાર કરવામાં આવ્યો છે. એશિયાટિક સિંહોની સલામતી માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ કાંસીયા નેશ-સાસણગીર અને જૂનાગઢ-બીલખા સેક્શનમાં રાત્રિ દરમિયાન ટ્રેનો ચલાવવાની નથી. હાઈકોર્ટની આ ટકોર બાદ રેલવે વિભાગે આ નિર્ણય લીધો છે.

ભાવનગર રેલવે ડિવિઝનનો મહત્વનો નિર્ણય : હાલમાં ટ્રેન નંબર 09531 દેલવાડા-જૂનાગઢ અને ટ્રેન નંબર 09540 જૂનાગઢ-અમરેલી તેમના ગંતવ્ય સ્થાને અનુક્રમે 20:20 કલાકે અને 20:30 કલાકે પહોંચે છે. તેમના સમયમાં સુધારો થાય અને મીટરગેજ પર ચાલતી તમામ ટ્રેનો સમયસર દોડે તે હેતુથી ભાવનગર ડિવિઝનની મીટરગેજ પર દોડતી 10 ટ્રેનોના સમયમાં 07-10-2024 થી ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.

  1. ટ્રેન નંબર 09295 વેરાવળ-દેલવાડા વેરાવળથી તેના વર્તમાન નિર્ધારિત સમય 15:45 કલાકના બદલે 14:05 કલાકે એટલે કે 1 કલાક 40 મિનિટ વહેલા ઉપડશે અને વર્તમાન નિર્ધારિત સમય 18:55 કલાકને બદલે 17:50 કલાકે દેલવાડા સ્ટેશન પહોંચશે.
  2. ટ્રેન નંબર 09531 દેલવાડા-જૂનાગઢ દેલવાડા સ્ટેશનથી 14:00 કલાકને બદલે 11:30 કલાકે ઉપડશે એટલે કે તેના વર્તમાન નિર્ધારિત સમય કરતાં 02 કલાક 30 મિનિટ વહેલા ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને વર્તમાન નિર્ધારિત સમય 20:20 કલાકને બદલે 18:25 કલાકે પહોંચશે.
  3. ટ્રેન નંબર 09292 અમરેલી-વેરાવળ અમરેલી સ્ટેશનથી તેના વર્તમાન નિર્ધારિત સમય 08:50 કલાકના બદલે 06:30 કલાકે ઉપડશે એટલે કે 02 કલાક 20 મિનિટ વહેલા અને 13:50 કલાકના વર્તમાન નિર્ધારિત સમયને બદલે 11:40 કલાકે વેરાવળ સ્ટેશને પહોંચશે.
  4. ટ્રેન નંબર 09539 અમરેલી-જૂનાગઢ અમરેલી સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 06:30 ના બદલે 07:10 વાગ્યે ઉપડશે એટલે કે 40 મિનિટ મોડી અને જૂનાગઢ સ્ટેશને તેના વર્તમાન નિર્ધારિત સમય 10:10 ને બદલે સવારે 11:10 વાગ્યે પહોંચશે.
  5. ટ્રેન નંબર 09532 જૂનાગઢ-દેલવાડા જૂનાગઢ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 07:20 કલાકના બદલે 08:40 કલાકે ઉપડશે એટલે કે 01 કલાક 20 મિનિટ મોડી અને તેના વર્તમાન નિર્ધારિત સમય 13:10 કલાકને બદલે 15:25 કલાકે દેલવાડા સ્ટેશન પહોંચશે.
  6. ટ્રેન નંબર 09505 વેરાવળ-અમરેલી વેરાવળ સ્ટેશનથી 13:00 કલાકને બદલે 13:25 કલાકે એટલે કે 25 મિનિટ મોડી ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 18:05 કલાકને બદલે 18:40 કલાકે અમરેલી સ્ટેશન પહોંચશે.
  7. ટ્રેન નંબર 09540 જૂનાગઢ-અમરેલી જૂનાગઢ સ્ટેશનથી 17:40 કલાકને બદલે 14:05 કલાકે એટલે કે 03 કલાક 35 મિનિટ વહેલા ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 21:30 કલાકને બદલે 18:05 કલાકે અમરેલી સ્ટેશને પહોંચશે.
  8. ટ્રેન નંબર 09291 વેરાવળ-અમરેલી વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 09:40 કલાકે ઉપડશે પરંતુ તેના વર્તમાન નિર્ધારિત સમય 14:45 કલાકને બદલે 15:00 કલાકે એટલે કે 15 મિનિટ મોડી અમરેલી સ્ટેશને પહોંચશે.
  9. ટ્રેન નંબર 09508 અમરેલી-વેરાવળ અમરેલી સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 12:10 કલાકના બદલે 12:25 કલાકે એટલે કે 15 મિનિટ મોડી ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 17:20 કલાકને બદલે 17:25 કલાકે વેરાવળ સ્ટેશન પહોંચશે.
  10. ટ્રેન નંબર 09296 દેલવાડા-વેરાવળ દેલવાડા સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 08:15 કલાકને બદલે 08:00 કલાકે એટલે કે 15 મિનિટ વહેલા ઉપડશે અને વર્તમાન નિર્ધારિત સમય 11:15 કલાકને બદલે 11:20 કલાકે વેરાવળ સ્ટેશને પહોંચશે.

શા માટે કરાયો ફેરફાર ? એશિયાટિક સિંહોની સલામતી માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ કાંસિયાનેશ-સાસણગીર અને જૂનાગઢ-બીલખા સેક્શનમાં રાત્રિ દરમિયાન ટ્રેન ચલાવવાની નથી. જે આદેશ બાદ આ ફેરફાર કરાયા છે. હાલમાં મીટરગેજ પર ચાલતી તમામ ટ્રેનો સમયસર દોડે તે હેતુથી ભાવનગર ડિવિઝનની મીટરગેજ પર દોડતી 10 ટ્રેનોના સમયમાં 07-10-2024 થી ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  1. પશ્ચિમ રેલવે દિવાળી દરમિયાન મુસાફરો માટે "સ્પેશિયલ ટ્રેન" દોડાવશે
  2. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 'ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.