ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025/26 ને પગલે ઘરવેરાની ભરપાઈ કરવા માટે મહાનગરપાલિકાના પટાંગણમાં અને અન્ય ઝોનલ કચેરીમાં વેરો ભરપાઈ કરવા માટે નવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જોકે, 2 દિવસથી શરૂ થયેલી વેરો સ્વીકારવાની કાર્યવાહીમાં મહાનગરપાલિકાને બમ્પર આવક થવા પામી છે. ચાલુ વર્ષે પણ લોકો દ્વારા સ્વયંભૂ વેરો ભરવામાં આવી રહ્યો છે.
વેરા ભરપાઈની મનપાની વ્યવસ્થા: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2 દિવસથી ઘરવેરો સ્વીકારવા માટેની શરૂઆત કરવામાં આવી છે. મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ બિલ્ડીંગ પાછળની તરફ કરવેરાની બારીઓ પાસે મંડપ નાખીને લોકોને પીવાના પાણી સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. 2 દિવસથી લોકો સ્વયંભૂ કરવેરો ભરી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, 2 દિવસની અંદર સ્વયંભૂ લોકોએ કરોડો રૂપિયાનો કરવેરો ભરપાઈ કર્યો છે. આગામી દિવસોમાં પણ લોકો દ્વારા સ્વયંભૂ ઘરવેરો ભરપાઈ થાય તેવી મહાનગરપાલિકાના તંત્ર આશા સેવી રહ્યું છે.
2 દિવસમાં કરદાતાઓએ કેટલો કર ભર્યો: ભાવનગર મહાનગરપાલિકાના વિભાગ અંતર્ગત અંદાજે 3.50 લાખ જેટલા કરદાતાઓ આવેલા છે. જેમાં 2.39 લાખ જેટલા અંદાજિત રહેણાકી કરદાતાઓ છે. ત્યારે 2 દિવસમાં ઘરવેરો ભરવાની શરૂઆત થતાં જ લોકો ભરપાઇ કરવા પહોંચી રહ્યા છે. મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે કે, 2 દિવસની અંદર 3.85 કરોડ રૂપિયાની ઘરવેરાની આવક થઈ છે. જો કે આગામી દિવસોમાં પણ ઘરવેરાની વધુ આવક થવાની શક્યતા છે. મહાનગરપાલિકા દ્વારા પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરીમાં પણ મંડપ લગાવીને પીવાના પાણી સાથેની વ્યવસ્થા કરદાતાઓ માટે કરવામાં આવી છે.
યોજનાનો લાભ લેવા સ્વયંભૂ ભરપાઈ: મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025/26 ના ઘરવેરાને પગલે યોજનાનો પ્રારંભ કર્યો છે. યોજનાના 2 દિવસમાં જ 3.85 કરોડ જેવી રકમની ભરપાઈ થઈ ચૂકી છે. જોકે, રિબેટ યોજના એપ્રિલમાં 10 ટકા આપવામાં આવનાર છે અને જો ઓનલાઇન ભરપાઈ કરવામાં આવે તો વધુ 2 ટકા મહાનગરપાલિકાની રીબેટ આપી રહી છે. આમ રિબેટ યોજનાનો લાભ લેવા માટે કરદાતાઓ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચીને વેરો ભરપાઈ કરી રહ્યા છે.
આ પણ વાંચો: