ભાવનગર: શહેરમાં જર્જરિત ઇમારતોને લઈને મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોમાસામાં જર્જરિત ઇમારતો ભય અને જાનહાની નોતરનારી બની જાય છે. ચોમાસા પહેલા ભયવાળી ઇમારતોને ખાલી કરવાનું કામ મહાનગરપાલિકાનું હોય છે. પરંતુ મહાનગરપાલિકાએ એક ડગલું આગળ ચાલીને કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી શું છે ? ચાલો જાણીએ.
ભયવાળી ઇમારતોને લઈને કાર્યવાહી શું ?
શહેરમાં આવેલી જર્જરિત તેમજ ઢળી પડે તેવી ભયવાળી ઇમારતોને ખાલી કરીને પાડવાનું કામ મહાનગરપાલિકા કરતી હોય છે. ચોમાસા પહેલા ભયવાળી ઇમારતોને ઉતરાવવી જરૂરી બની જાય છે. ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જયકુમાર રાવળે જણાવ્યું હતું કે, શહેરમાં જર્જરીત બનેલી ઇમારતોનો આંકડો 227 નો છે. જેને લઈને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. મહાનગરપાલિકાએ ઇમારતોના જવાબદારને નોટિસ આપી છે.
કેટલી ઇમારતો મનપાની જર્જરિત ?
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની કાર્યવાહીને લઈને ડેપ્યુટી કમિશનર જયકુમાર રાવળે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા 227 નોટીસ BPMC એકટની 264 મુજબ પાઠવવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા બહુમાળી જેટલી કોમર્શિયલ 91 ઇમારતો છે જેમાં 51 જેટલી ઇમારતોમાં નળ, ગટર જેવી સુવિધાઓ બંધ કરવામાં આવી છે. જ્યારે 33 જેટલી ઇમારતોને તાત્કાલિક ધોરણે ખાલી કરવા નોટીસો આપવામાં આવેલ છે. નોટિસ બાદ પણ ખાલી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને નોટિસ:
મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પણ નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં ઇમારતો ખાલી કરવી અને કેટલીક ઇમારતોને દિવસ ત્રણમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં 11 વસાહતના 81 બ્લોકના 1117 મકાનો જ્યારે અન્ય 9 વસાહતના 55 બ્લોકના 660 મકાનોનો સમાવેશ થાય છે. આ ઇમારતો વિશેની માહિતી નીચે મુજબ છે, જાણો.


આ પણ વાંચો: