ભાવનગર: શહેરમાં દારૂ લઈને આવનારા ઉપર પોલીસની ચપટી નજર છે ત્યારે ભાવનગર LCB પોલીસે વોચમાં રહીને ઇકો કાર ઝડપી લીધી છે. આ કાર સાથે બે શખ્સો દારૂ સાથે ઝડપાયા છે. મુદ્દામાલ કબ્જે લઈને પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં ઢગલા મોઢે દારૂ ઝડપાઈ રહ્યો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાં ચેકિંગ દરમિયાન બાતમીને પગલે ઠસોઠસ દારૂ ભરેલી ઇકો કારને ઝડપી લીધી છે. બુટલેગરો બેફામ બનીને ડર્યા વગર શહેરમાં પણ દારૂની હેરાફેરી કરી રહ્યા છે.

શહેરના જાહેર રસ્તા પરથી દારૂ ભરેલી કાર ઝડપાઈ:
ભાવનગર શહેરમાં બુટલેગરો પુરા જોશ અને હિંમતથી દારૂ લઈને આવવાનો પ્રયત્ન કરે છે તેની સામે પોલીસ પણ હિંમતપૂર્વક બુટલેગરોને ઝડપી રહી છે. બાતમીના પગલે પોલીસે ભાવનગર શહેરના માણેકવાડી વિસ્તારમાં દેરાસર પાસેથી દારૂ ભરેલી ઇકો કાર પસાર થતા ઝડપી લીધી હતી. જેમાં દારૂ સાથે બે શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અને મુદ્દામાલ ઝડપાયો:
LCB પોલીસે માણેકવાડી વિસ્તારમાંથી ઇક્કો કાર GJ 04 EE 3128 નંબરની ઝડપી લીધી હતી. જેમાં તપાસ કરતા 1728 જેટલી દારૂની બોટલ જેની કુલ કિંમત 5,57,568 રૂપિયા થવા જાય છે તે મળી આવી હતી. પોલીસે આ સાથે ઇકો કાર અને દારૂ મળીને કુલ 8,57,568 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

ઝડપાયા કોણ અને એક ઝડપવાનો બાકી:
LCB પોલીસે ઇક્કો કાર ઝડપી ત્યારે લાખોના દારૂની સાથે કારમાં સવાર હરદેવ નરેશભાઈ ગોહિલ ચાવડીગેટ વિસ્તારનો રહેવાસી અને કિશન ભુપતભાઈ સોલંકી કરચલિયા પરા વિસ્તારનો રહેવાસી ઝડપાઈ ગયા હતા. જો કે આ ગુનામાં વધુ એક શખ્સ કલ્પેશ નાથાભાઈ કોતર સીદસર વાળો સામેલ હતો જેને ઝડપવાનો બાકી રહ્યો છે. ભાવનગર LCB પોલીસે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ત્રણ વિરુદ્ધ ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી.
આ પણ વાંચો: